**ઝાલોદ નગરમાં પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે BOB ATM બંઘ હાલતમાં/ ગ્રાહકો પૈસા માટે રઝળતા ** - At This Time

**ઝાલોદ નગરમાં પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે BOB ATM બંઘ હાલતમાં/ ગ્રાહકો પૈસા માટે રઝળતા **


**ઝાલોદ નગરમાં પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે BOB ATM બંઘ હાલતમાં/ ગ્રાહકો પૈસા માટે રઝળતા .
ઝાલોદ નગરમાં આવેલ બેંક ઓફ બરોડાનું ATM છેલ્લા કેટલાય દિવસ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ATM બહાર શટલને તાળું મારેલું હોય છે જેના કારણે હોસ્પિટલ તેમજ ખેતી સંબંધિત ખરીદી અર્થે આવતા ગ્રામીણ ગ્રાહકોને ડીજીટલ મશીનરી તદ્દન બંધ હાલતમા હોવાથી બેંકો દ્વારા પ્રાપ્ત ડિજિટલ લાભો મેળવવામા અતિશય હાલાકી ભોગવી રહ્યા છે,
ઉલ્લેખનીય છે કે સીઝન ચાલી રહી છે ત્યારે લોકોને રૂપિયા ન મળતા ભારે સમસ્યા વેઠવાનો ગ્રાહકોના વારો આવી રહ્યો છે. દૂર દૂરથી ખરીદી માટે આવતા લોકોને રૂપિયા ન મળતા ખાલી હાથે ઘરે પરત ફરવું પડે છે.
બીજી તરફ બેંકો પોતાની સર્વિસ શ્રેષ્ઠ છે તેવી મોટી મોટી જાહેરાતો કરે છે પણ ઝાલોદમાં જે રીતે ATM બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તો ઘણીવાર તો ATMમા અપુરતા પૈસાની અગવડતા પણ જણાય આવે છે લાગે છે બેંકો માત્ર વાતો જ કરવામા રહી છે અને ગ્રાહકોને સર્વિસના નામે મસમોટો ચાર્જ વસુલી પુરતી સર્વિસ આપવામા નિષ્ફળ નિવડી છે.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.