ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગઈ કાલે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતક યશ્વી અને તેની નાની બહેન બંને મોબાઈલમાં મનોરંજનના વિડિયો જોતી હતી ત્યારે નાની બહેનને ઉંઘ આવતાં તેણી માત- પીતાને બોલવવા ગઈ બાદ ઘરે કોઈ હાજર ન હોય ત્યારે પગલું ભર્યું હતું.
બનાવની વિગત મુજબ વાવડીમાં તપન હાઇટ્સ પાસે મનસુખભાઈ સખીયા આવાસ ક્વાર્ટરમાં રહેતી યશ્વી દિનેશભાઈ ગોંડલીયા (ઉ.વ.17) નામની વિદ્યાર્થીનીએ ગઈ કાલે રાત્રીના 12 વાગ્યાં આસપાસ પોતાનાં ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક યશ્વી અને તેની બહેન ગઈ કાલે રાત્રિના મોબાઈલમાં બંને બહેનો મનોરંજનના વિડ્યો જોતા હતા. અને તેણીના માત પિતા બંને બાજુમાં બેસવા ગયા હતાં.
રાત્રિના વધું સમય થઈ જતાં મૃતકની નાની બહેન તેના માત પિતાને બોલાવવા ગઈ ત્યારે ઘરે કોઈ હાજર ન હોય ત્યારે યશ્વીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીના માત પિતા અને બહેન ઘરે આવતાં જોયું તું યશ્વી લટકતી હાલતમાં હતી. બાદ તાકીદે તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. મૃતક ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી.
ગઈ કાલે શિક્ષક દિન હોય જેથી તેણી શિક્ષક બની હતી. તેણી ભણવામાં પણ હોશિયાર હતી. અને તેણી બે બહેનમાં મોટી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યુ કે મૃતક યશ્વી અને તેની બહેન વચ્ચે મોબાઇલ બાબતે રકઝક થતાં તેનું લાગી આવતાં આ પગલું ભર્યું હતું. રાજકોટ તાલુકા પોલીસે આપઘાતનું ચોકકસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.