રાજકોટના વેપારીને ખોટો ખાતેદાર બતાવી ચાર શખ્સોએ રૂા.1.90 કરોડ પડાવી લીધા - At This Time

રાજકોટના વેપારીને ખોટો ખાતેદાર બતાવી ચાર શખ્સોએ રૂા.1.90 કરોડ પડાવી લીધા


રાજકોટના વેપારી અને એસ્ટેટ બ્રોકરને ખોટો ખાતેદાર બતાવી ચાર શખ્સોએ રૂ.1.90 કરોડ પડાવી છેતરપીંડી આચરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. રાજકોટના મનીષ દેત્રોજાએ શૈલેષ કોળી સાથે મળી કૌભાંડની શરૂઆત કરી અજાણ્યાં શખ્સને ઘુસાભાઈ સીતાપરા નામનો ખેડૂત બનાવી રવી નામના શખ્સ સાથે કૌભાંડ આચર્યું હતું. વેપારી મૂળ માલિક પાસે પહોંચતા ભાંડો ફૂટ્યો હતો.
બનાવ અંગે રાજકોટમાં રૈયારોડ પર હનુમાનમઢી પાસે તિરૂપતિનગર-2 માં રહેતાં ભુપતભાઈ ગોવિંદભાઇ ઠુંમર (ઉ.વ.51) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મનીષ કચરા દેત્રોજા (રહે. રાજકોટ),શૈલેષ (રહે.સરપદળ), રવી વાઘેલા અને એક અજાણ્યાં શખ્સ જે ઘુસા ઘેલા સીતાપરાનું નામ ધારણ કરનારનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રૈયારોડ પર ફરસાણની દુકાન ચલાવી વેપાર કરે છે અને સાથે સાથે જમીન લે-વેચનો ધંધો કરે છે. સપ્ટેમ્બર 2023 માં તેમના મીત્ર દાઉદભાઈએ તેમને કહેલ કે, વેજા ગામમાં જમીન વેંચાવ છે. તેમ વાત કરતા તેઓ બંને જમીન જોવા ગયેલ ત્યારે દાઉદભાઇએ વાત કરેલ કે, મનીષભાઇ જે દલાલ છે તેણે આ જમીન જોયેલ છે.
બાદમાં મનીષ સાથે ત્રણેય વેજા ગામની જમીન જોવા માટે ગયેલ હતા. પરંતુ જમીન મોંધી પડતા લેવાની ના પાડેલ હતી. ત્યારે મનીષે મને વાત કરેલ કે, બીજે ક્યાંય વેંચાવ જમીન હશે તો હું તમને જાણ કરીશ તેમ કહી તેમનો મોબાઇલ નંબર લીધેલ અને તેમની મુરલીધર ફરસાણ દુકાનનું સરનામુ લીધેલ હતું.
એકાદ અઠવાડીયા બાદ સાંજના સમયે મનીષ મારી દુકાને આવેલ અને વાત કરેલ કે, ઘંટેશ્વરમાં પાંચ એકર જમીન છે, જે તેમના મીત્ર શૈલેષના મામા ઘુસા સીતાપરાની છે અને શૈલેષ મારફત આ જમીન મેં છ કરોડ (એક એકરના) માં લેવાનુ નક્કી કરેલ છે. જેથી મે ટોકન આપેલ છે પરંતુ હાલ મારાથી આ જમીન લેવાય તેમ નથી.
જો તમે આ જમીન રાખી લ્યો તેમ કહી આઠ કરોડ (એક એકરના) ભાવ કહેલ પરંતુ તેમને ના પાડેલ પણ તમને રાજી કરી દઇશ તેમ જણાવેલ હતું. બાદ બીજા દીવસે તેઓ મનીષ સાથે જમીન જોવા માટે નવો 150 ફુટ રીંગ રોડ અટલ સરોવરની બાજુમાં આવેલ છે ત્યાં ગયેલ જેથી જમીન તેમને ગમેલ અને લેવાની હાપાડેલ બાદ તેની પાસે જમીનના કાગળો માંગતા તેમને 7, 12, 8 - A ની ખરી નકલ આપી ગયેલ.
જેમાં જમીન માલીક ઘુસા સીતાપરાનું નામ દર્શાવેલ હતુ. બાદ જમીન માલીક ઘુસાભાઈ નુ આધાર કાર્ડ તથા પાન કાર્ડની નકલ આપવા દુકાને આવેલ ત્યારે શૈલેષ પણ તેની સાથે આવેલ અને કહેલ કે મારા મામાની જ જમીન છે. અને મનીષનો સોદો મેં જ કરાવેલ છે. બાદમાં તેમની દુકાને જ સોદો નક્કી કરી એક એકરના છ કરોડ કુલ રૂ.30 કરોડ માં રાખવાનુ નક્કી કરેલ જે રૂપીયા દોઢ વર્ષમાં પુરા કરવાનુ નક્કી કરેલ હતુ.
બાઆ સાટાખત કરવાનુ નક્કી કરેલ અને સાટાખત વખતે બે કરોડ આપવાનુ બંનેએ કહેલ હોય જેથી એક અઠવાડીયાનો સમય માંગેલ હતો. બાદમાં તા. 13/09/2023 ના સાટાખત કરવા માટે તેમના વકીલની ઓફીસે જવાનુ નક્કી કરેલ જેથી તેઓ તેમના જમાઈ અને મિત્ર સાથે અને સામા પક્ષે મનીષ, શૈલેષ, રવી વાઘેલા તથા જમીન માલીક તરીકે ઘુસાભાઈ સીતાપરા સહિતના લોકો આવ્યાં હતાં.
ત્યારે ઘુસાભાઇએ તેમને નોટરાઇઝ સાટાખત કરી આપેલ જેમાં જમીનનો સોદો રૂ.5.21 કરોડમાં નક્કી કરવામાં આવેલ અને સુથી પેટે રૂ.1 કરોડ આપેલનો ઉલ્લેખ કરેલ હતો. જેમાં પચાસ લાખ ચેક આપવાનુ નક્કી કરેલ હતુ. પરંતુ મનીષે ચેક લેવાની ના પાડેલ અને રોકડા રૂપીયા આપવાનુ જણાવતા રોકડા રૂ.30 લાખ આપેલ અને દસ-દસ લાખના બે ચેક આપેલ હતા. જે ફક્ત બીજુ પેમેન્ટ આપુ ત્યાં સુધી રાખવા માટે આપેલ હતા. બીજા દીવસે 20 લાખ રૂપીયા તેઓના ઘરે શૈલેષ, મનીષ તથા ઘુસા નામના વ્યક્તિ આવીને લઇ ગયેલ હતા.
પંદરેક દીવસ બાદ રૂ.50 લાખ સૌરાષ્ટ્ર હાઇસ્કુલની બાજુમાં ટ્વીન ટાવર ખાતે તેમના મીત્ર મયુરભાઈ રાદડીયાની ઓફીસ પરથી ચારેય આરોપી આવી લઈ ગયેલ હતા. એક અઠવાડીયા બાદ ફરીવાર ત્યાંથી જ રૂ.50 લાખ ચારેય શખ્સો લઈ ગયેલ હતા. વીસેક દીવસ બાદ રૂ.25 લાખ માલવીયા ચોક પ્રમુખ સ્વામી આર્કેડ ઓફીસ નં.10 પરથી ચારેય શખ્સો આવીને લઇ ગયેલ હતા.
વીસેક દીવસ બાદ મહીલા કોલેજ ચોક પાસેથી રૂ.15 લાખ લઈ ગયેલ હતા. જમીનના સોદા પેટેના ટોકનના રૂપીયા કટકે-કટકે ચારેયને કુલ રૂ.1.90 કરોડ રોકડેથી આપેલ છે. બાદમાં તેઓના બંને ચેક પરત આપી દીધેલ હતા.સાટાખત મુજબ છ માસ બાદ દસ્તાવેજ કરી આપવાનો હતો અને આશરે દોઢ વર્ષમાં પેમેન્ટ પુરૂ કરવાનુ હતુ.
ચારેક માસ બાદ તેઓ ટ્વીન ટાવરમાં આવેલ તેમના મિત્રની ઓફીસ ખાતે ત્યારે ત્યાં નરેન્દ્રસીંહ જાડેજા પણ ત્યાં અવાર નવાર ઓફીસે આવતા હોય જેને વાત કરેલ કે, મે ઘંટેશ્વરમાં ઘુસાભાઈ સીતાપરાની જમીન રાખેલ છે. જેથી તેણે જણાવેલ કે, તે જમીન તો મારે પણ લેવાની હતી પરંતુ ઘુસાભાઈ તો આ જમીન વેચવાની ના પાડતા હતા તો તમને ક્યારે વેચી. જેથી તેઓ સાટાખત લઇ આવેલ અને નરેન્દ્રસીંહને બતાવેલ તો તેમાં ઘુસાભાઈનો ફોટો જોઈને નરેન્દ્રસીંહે કહેલ કે, આ ઘુસાભાઈ નથી. જેથી તેઓ ઘુસાના ઘરે ઘંટેશ્વર ખાતે ગયેલ અને ઘુસાભાઈ હાજર હતા જેને મળેલ તો સાટાખતમાં જે ઘુસાભાઈનો ફોટો હતો તે ન હતા.
બીજા દીવસે મનીષને રૂબરૂ મળવા બોલાવેલ ત્યારે ચારેય શખ્સો આવેલ અને બાપા સીતારામ ચોકમાં રૈયા રોડ પર મળેલ ત્યારે ખોટી રીતે જમીન વેચેલ હોવાની વાત કરતા મનિષે જણાવેલ કે, તમને એક મહીનામાં તમારા રૂપીયા પરત મળી જશે. ત્યારે ઘુસાભાઈ સાથે વાત કરવા જતા મનીષએ કહેલ કે, તમારે તેની સાથે કોઈ વાત નથી કરવાની જે વાત કરવી હોય તે મારી સાથે કરો તેમ કહી જણાવેલ કે મારે ટંકારાના બંગાવાડીમાં જમીન છે.
તે વેચીને હું તમને રૂપીયા પરત આપી દઈશ અથવા તે જમીન તમારા ખાતે કરી આપીશ. અને બાકી રહેતા રૂપીયા શૈલેષભાઈ પોતાની જમીન વેચીને આપશે તેમ બંનેએ જણાવેલ હતુ. બાદમાં બંને પાસે અવાર નવાર રૂપીયા માંગતા તેઓએ અલગ અલગ વાયદા આપેલ પરંતુ તેમને રૂ.1,90 કરોડ પરત ન કરી છેતરપીંડી આચરી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એસ.એલ.ગોહિલ અને ટીમે તપાસનો ધમધમાટ આદરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.