દહેગામ ના મામાસાહેબ ના પરા પ્રાથમિક શાળાના શિક્ષક મનુસિંહ ચૌહાણ ને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા - At This Time

દહેગામ ના મામાસાહેબ ના પરા પ્રાથમિક શાળાના શિક્ષક મનુસિંહ ચૌહાણ ને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા


દહેગામ તાલુકાના મામાસાહેબ ના પરા પ્રાથમિક શાળાના શિક્ષક તેમજ સાદરા ના કલ્યાણપુરા ગામના રહેવાસી શિક્ષક ચૌહાણ મનુસિંહ અમરસિંહ ને શિક્ષક દિન નિમિત્તે સુઘડ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતા ગામલોકો તેમજ શાળામાં ખુશીનો માહોલ છવાયો હતો. ખરેખર એક સામાન્ય પરિવારમાંથી આવતા આ શિક્ષકે પ્રથમ ચેખલાપગી પ્રાથમિક શાળામાં કામગીરી કરી અને હાલ મામાપરા પ્રાથમિક શાળામાં વિધાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે.

તો ચાલો જાણીએ આ શ્રેષ્ઠ શિક્ષકની કામગીરી

મામાસાહેબનાપરા પ્રાથમિક શાળા,તાલુકો - દહેગામ જિલ્લો ગાંધીનગરમાં સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે શ્રી મનુભાઈ અમરસિંહ ચૌહાણ ફરજ બજાવે છે જેમનું ધ્યેય શાળાના બાળકોમાં સારા ગુણોનો વિકાસ કરવો, નૈતિક મૂલ્યોનું સિંચન કરવું તેમજ બાળકનો વ્યક્તિગત વિકાસ થાય તે છે.

શાળા કક્ષાએ કરેલ કામગીરી

 સૌ પ્રથમ બાળકોને અભ્યાસક્રમના જે મુદ્દાઓ અઘરા લાગતા હતા તે મુદ્દાઓને સરળતાથી સમજાવવા માટે ઓનલાઇન ક્યુબ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો..cube દ્વારા શિક્ષણ કાર્ય માટે સૌપ્રથમ વેબસાઈટ પરથી cube બનાવવાની pdf ડાઉનલોડ કરીને cube બનાવવામાં આવ્યું. ત્યારબાદ તેના દ્વારા બાળકોને સૌરમંડળના ગ્રહો અને ઉપગ્રહો અંગે શિક્ષણ કાર્ય કરાવ્યું. આ માટે ક્યુબ બાળકોને હાથમાં આપીને ક્યુ મોબાઇલ દ્વારા સ્કેન કરવામાંઆવ્યું.જેથી બાળકના હાથમાં આખું સૂર્યમંડળ હોય તેવું મોબાઇલ સ્ક્રીનમાં જોવા મળતું અને દરેક ગ્રહ વિશે શીખવવામાં આવ્યું.આ સિવાય તેના ઉપગ્રહો વિશે પણ સમજાવવામાં આવ્યું.આ રીતે બાળકોને પણ આશ્ચર્ય થતું હતું કે મારા હાથમાં આખું સૂર્યમંડળ છે.3. આમ ક્યુબની મદદથી પૃથ્વી અને અન્ય ગ્રહો ની માહિતી વિશે ખૂબ જ સરળતાથી શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું.

ટેકનોલોજી દ્વારા રમતાં રમતાં શિક્ષણકાર્ય.

 બાળકો સરળતાથી નકશાપૂર્તિ કરી શકે તે માટે નકશા અંતર્ગત વિવિધ પ્રકારની રમતોનું નિર્માણ કરવામાં આવ્યું. આ માટે સોફ્ટવેરની મદદ લેવામાં આવી. આમ સોફ્ટવેરની મદદથી અલગ અલગ પ્રકારની નકશા આધારિત રમતોનું નિર્માણ કરવામાં આવ્યું અને તે રમતો બાળકોને રમાડવામાં આવી. જેથી બાળકોને રમતા રમતા શિક્ષણ મળતું અને આમ બાળકો નકશા વિશે માહિતગાર થવા લાગ્યા. આ રમતો બાળકો પોતાના ઘરે પણ રમી શકે તે માટે વેબસાઈટ દ્વારા અને whatsapp દ્વારા તેની લીંક શેર કરવામાં આવતી હતી.

ટેકનોલોજી દ્વારા મૂલ્યાંકન.

 બાળકોનું શિક્ષણ કાર્યની સાથે સાથે તેમને કેટલું આવડ્યું અને બાળકો કેટલું શીખ્યા તે જાણવું પણ જરૂરી બને છે તે માટે બાળકોનું રમતાં રમતાં મૂલ્યાંકન કરી શકાય તેવી કસોટીઓનું નિર્માણ કરવામાં આવ્યું.આ વિવિધ પ્રકારના સોફ્ટવેર અને એપ્લિકેશનની મદદ લેવામાં આવી.નિર્માણ કરેલ કસોટીઓને મારી બનાવેલ વેબસાઈટ દ્વારા samajsathi.blogspot.com ઉપર મૂકવામાં આવી.. આ સિવાય whatsapp ના માધ્યમથી પણ બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.

ટેકનોલોજી દ્વારા TLM નિર્માણ.

 ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકો સરળતાથી સમજી શકે તે માટે દુનિયાના ખંડ,ભારતના નકશા,ગુજરાતનાં નકશાના TLM પણ બનાવવામાં આવ્યા છે.
અન્ય પ્રવૃત્તિ.
 વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકે તે હેતુથી છાપામાં આવતા પેપર કટિંગનો આલ્બમ બનાવવામાં આવ્યો છે.
 વિદ્યાર્થીઓને અસરકારક શિક્ષણ મળે તે હેતુથી શિલાલેખનું મોડેલ બનાવવામાં આવેલ છે.

તાલુકા અને જિલ્લા કક્ષાએ કરેલ કામગીરી

 તાલુકા અને જિલ્લા કક્ષાએ સામજીકવિજ્ઞાનના માસ્ટર ટ્રેનર તરીકે અનેક વખત તાલુકા અને જિલ્લાના શિકક્ષકોને તાલીમ આપેલ છે.
 જિલ્લા કક્ષાએ સામાજિક વિજ્ઞાન વિષયના અનુસંધાને સમીક્ષક,લેખક તરીકે કામગીરી કરેલ છે. જેમાં ગાંધીનગર જિલ્લાનો સ્થાનિક ઇતિહાસ અને સા. વિ. મોડ્યુલ લેખનમાં કામગીરી કરેલ છે.
 જિલ્લા કક્ષાએ વાર્ષિક પ્રશ્નપત્રો નિર્માણ અને NMMS પ્રશ્નપત્ર નિર્માણમાં કામગીરી કરેલ છે.

રાજ્ય કક્ષાએ કરેલ કામગીરી

 રાજ્ય કક્ષાએ બાયસેગ અંતર્ગત ઘણી વખત સામાજિક વિજ્ઞાનના ધોરણ 7 અને ધોરણ 8ના પાઠ્યપુસ્તક ના એકમોના એપિસોડ તૈયાર કરેલ છે.
 દીક્ષા એપ અને પાઠ્યપુસ્તકમાં આપેલ QR કોડના વિડીયો નિર્માણ માટે ધોરણ 3 થી 5 પર્યાવરણ અને ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં કામગીરી કરેલ છે.
 બાલવૃંદની રચના અંતર્ગત સ્ક્રિપ્ટ લખાણ અને પ્રવૃત્તિ મોડેલ વિડીયો નિર્માણમાં ભાગ લીધેલ છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.