ચોટીયામાં વન મહોત્સવની ઊજવણી - At This Time

ચોટીયામાં વન મહોત્સવની ઊજવણી


ખેરાલુ તાલુકાના ચોટીયા ગામની હાઈસ્કૂલ ખાતે વનવિભાગ દ્વારા વરસાદના અમીછાંટણા સાથે તાલુકા કક્ષાનો 75 મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.શાળામાં બંધાયેલા વોટરપ્રૂફ મંડપ નીચે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરની અધ્યક્ષતામાં અને પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ અને ભાજપ અગ્રણીઓ, એપીએમસી ચેરમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી અજમલજીએ કહ્યું હતું કે પૂરું વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે. ત્યારે પ્રત્યેક લોકોએ એક પેડ માં કે નામ ઉછેરવું જોઈએ. અન્ય મહેમાનોએ પણ વૃક્ષનો મહિમા સમજાવ્યો હતો. શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. અને વિદ્યાર્થીઓ સહિત વાલીઓને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત પણ વાંસની ટોપલીમાં તુલસીના રોપા આપીને કરાયું હતું. શાળાના શિક્ષકો અને કેળવણી મંડળના સભ્યોએ વન વિભાગને સહયોગ આપી વન મહોત્સવને સફળ બનાવ્યો હતો.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.