જસદણના સમાત રોડ ઉપર વીજ ધાંધિયા પ્રશ્નૅ જી.ઈ.બી. ને તથા જાહેર મુતરડી ના પ્રશ્નૅ પાલિકાને વેપારીઓ એ આવેદન પાઠવ્યું - At This Time

જસદણના સમાત રોડ ઉપર વીજ ધાંધિયા પ્રશ્નૅ જી.ઈ.બી. ને તથા જાહેર મુતરડી ના પ્રશ્નૅ પાલિકાને વેપારીઓ એ આવેદન પાઠવ્યું


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના નવાડેપો પાછળ સમાત રોડ ઉપર જસદણ નગરપાલિકાએ જાહેર શૌચાલ્ય તો બનાવ્યું પરંતુ મુતરડી બનાવતા જ ભૂલી ગયા છે. આ વિસ્તારમાં નાના-મોટા ૨૫ જેટલા ડાયમંડ કારખાનાઓ આવેલા છે. તેમજ આશરે 250 જેટલી દુકાનો છે. પરંતુ જાહેર મુતરડી ન હોવાના કારણે અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. આથી આ વેપારીઓએ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયાને સાથે રાખી જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી. કે વહેલી તકે અમને જાહેર મુતરડી બનાવી આપવામાં આવે. આ તકે પાલિકાના ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અને વહેલામાં વહેલી તકે પ્રશ્ન સોલ થાય તેવી કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત નવા ડેપો પાછળના સમાત રોડ ઉપર વારંવાર વીજળી ગુલ થવાના તેમજ લબક ઝબક થવાથી વેપારીઓ તેમજ હીરાના કારખાને દરોને મુશ્કેલી પડતી હોય. જે બાબતે યોગ્ય કરવા આ વિસ્તારના પુર્વ સદસ્ય નૅ સાથૅ રાખી વેપારીઓ દ્વારા જીઇબી ના ડેપ્યુટી એન્જિનિયર ગીડા ને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા વેપારીઓએ જણાવ્યું હતું આ તકે ડે એન્જિનિયર ગીડા ઍ વહેલી તકે ઘટતું કરવા ખાતરી આપેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.