ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીજ્ઞેશકુમાર પટેલને જિલ્લા શ્રેષ્ઠ એચ ટાટ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા
ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશકુમાર પટેલને આજે શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે જિલ્લા શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવતા ચેખલાપગી પ્રાથમિક શાળા તેમજ ગામલોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. શાળામાં રમતો ક્ષેત્રે તથા શિક્ષણ ક્ષેત્રે વિધાર્થીઓને આગળ વધારવા માટેની પ્રેરણા માટે જીગ્નેશકુમાર દ્વારા ખુબ પ્રયત્ન કરવામાં આવતા આજે પણ ગામની શાળાના બાળકો તેમજ ગ્રામજનો આચાર્ય જીગ્નેશકુમાર પટેલ નો આભાર માની રહ્યા છે.દહેગામ તાલુકાની ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ જેઓને શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લા શ્રેષ્ઠ એચ ટાટ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચેખલાપગી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ જીગ્નેશકુમાર મણિલાલને વર્ષ 2024 વર્ષમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ એચ ટાટ આચાર્ય પારીતોષિક માટે પસન્દ કરવામાં આવ્યા છે. ચેખલાપગી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્રે પણ ભવ્ય સફળતા મેળવવામાં તેમનો અમૂલ્ય ફાળો છે જેમાં રમત ગમત ક્ષેત્રે શાળાના બાળકો મહાખેલ કૂદ સ્પર્ધામાં ભાગ લઇ ચેખલાપગી પ્રાથમિક શાળામાં પ્રથમ ક્રમે 25000(પચીસ હજાર )નું રોકડ ઇનામ પણ મેળવેલ છે. હાલ ચેખલાપગી પ્રાથમિક શાળા શિક્ષણ ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્રે ખુબ મોટુ યોગદાન આપેલ છે તેવા શાળાના શિક્ષકો, આચાર્ય કારણ કે વિધાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમતગમત માં પણ સૌથી મોટો ભાગ ભજવી તેમને તૈયાર કરે છે જેથી શાળાના વિધાર્થીઓ તાલુકા તેમજ જિલ્લા ક્ષેત્રે પણ ખુબ મોટા પ્રમાણમાં ઇનામો મેળવી શાળાનું ગૌરવ બની ચુક્યા છે જેનો શ્રેય વિધાર્થીઓ તેમજ ગ્રામજનો આચાર્ય જીજ્ઞેશકુમાર પટેલને આપી રહ્યા છે..
હમણાં જ એકાદ અઠવાડિયા પહેલા બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષકોને વિદ્યોતેજક એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા હતા.તથા 11/08/2024 ના રોજ રોજશ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે દહેગામ તાલુકાની ચેખલાપગી પ્રાથમિક શાળાના આચાર્ય પટેલ જીગ્નેશકુમાર પટેલ ને તેમજ શાળાના ઉ.શિક્ષક પ્રજાપતિ કમલેશકુમાર ને વિદ્યોતેજક એવોર્ડથી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. ખેલ મહાકુંભ 2024 માં ચેખલાપગી શાળા તાલુકામાં પ્રથમ શ્રેષ્ઠ શાળા બીજી વખત બની ₹25,000 હજાર નો રોકડ પુરસ્કાર મેળવ્યો. શાળાના ખેલાડીઓએ પણ 40 થી વધુ મેડલ જિલ્લા કક્ષાએ જુડો, કુસ્તી, ચેસ અને એથ્લેટિક્સ રમતમાં મેળવ્યા. તાલુકા અને જિલ્લાના ખેલાડીઓના રોકડ પુરસ્કાર મળીને ₹2,05,500 (બે લાખ પાંચ હજાર પાંચસો રૂપિયા પુરા) મેળવી સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ હાસલ કરી શક્યા. તેમજ શાળાના 10 ખેલાડીઓ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરી શાળાનું નામ રોશન કર્યું. ખેલ મહાકુંભ 2022 માં તાલુકાની શ્રેષ્ઠ પ્રથમ શાળા બની હતી અને રૂ 25000 (રૂપિયા પચ્ચીસ હજાર ) રોકડ પુરસ્કાર મેળવ્યો હતો. શાળાના ખેલાડીઓ જિલ્લા લેવલે 8 મેડલ અને રૂ 21000 (એકવીસ હજાર રૂપિયા) રોકડ પુરસ્કાર મેળવ્યો. અને 8 ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ભાગ લઈ શાળાનું છેક રાજ્ય સુધી પ્રતિનિધિત્વ કર્યું. રમત ગમત ક્ષેત્રે શાળાએ જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી.
રમત ગમત ક્ષેત્રની સાથે જ શાળાએ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ ઉમદા પ્રગતિ કરેલ છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NMMS, જ્ઞાન સાધના, શિષ્યવૃતિ પરીક્ષા, નવોદય પરીક્ષા, જ્ઞાનસેતુ, જ્ઞાનસેતુ પરીક્ષાઓમાં ઘણા વિદ્યાર્થીઓ પાસ પણ થયા છે અને મેરીટમાં પણ સમાવેશ થયેલ છે.તેમજ DLSS SPORTS SCHOOL 10 ખેલાડીઓ સિલેક્ટ થયેલ છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.