સારસ્વત હાસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

સારસ્વત હાસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.


આજરોજ સારસ્વત હાઈસ્કૂલ બાયડ ખાતે ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણનની યાદમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં ૫૦ જેટલા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ઉજવણીમાં ભાઞ લીધો હતો. તેમને શિક્ષક તરીકે તેમના જીવનનો એક સુંદર અનુભવ પણ કર્યો હતો. તેમાં આચાર્યની ભૂમિકા તરીકે ખાંટ મહેક કનુભાઈ તેમજ સુપરવાઈઝર તરીકે ઝાલા ક્રિષ્નાબેન ભાગ લીધો હતો.સ્વયંમ શિક્ષક દિવસ નિમિતે બનેલા શિક્ષક વિધાર્થીઓ માટે સ્ટાફ મિત્રો તરફથી નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. વિધાર્થીઓએ કાર્યક્રમના અંતે પોતાના અભિપ્રાય ખૂબ સુંદર રીતે રજૂ કર્યા હતા અને શાળાના આચાર્યશ્રી આરીફભાઈ મીરઝા સાહેબે કાર્યક્રમને સફળ આયોજન માટે શિક્ષક મિત્રો તેમજ કન્વિનર મોહિનખાન બલોચ તેમજ નટુભાઈ સાહેબ, આદમભાઈ મનસુરી, પ્રિયંકાબેન વિશેષ ધન્યવાદ પાઠવ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.