દાહોદ આપના મોટા નેતા જયેશ સંગાડાએ કોગ્રેસનો ખેસ ધારણ કર્યો - At This Time

દાહોદ આપના મોટા નેતા જયેશ સંગાડાએ કોગ્રેસનો ખેસ ધારણ કર્યો


દાહોદ આપના મોટા નેતા જયેશ સંગાડાએ કોગ્રેસનો ખેસ ધારણ કર્યો/ **

ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓમાં અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા.મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલજીનાં માર્ગદર્શનથી ગુજરાતીઓની અસ્મિતા માટે સેવાનો યજ્ઞ કોંગ્રેસ પક્ષે શરૂ કરેલ છે અને તેમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે તા. ૦૫/૯/૨૦૨૪ના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે દાહોદ લોકસભા પૂર્વ સાંસદ શ્રીમતી ડો પ્રભાબેન તાવીયાડ ના પ્રયત્નોથી આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિના મંત્રી અને સાઉથ ઝોનનાં પ્રભારીશ્રી જયેશભાઈ સંગાડા, આમ આદમી પાર્ટીના કિસાન સેલનાં ઉપાધ્યક્ષશ્રી રમશુંભાઈ હઠીલા, દાહોદ જિલ્લા સંગઠનમંત્રીશ્રી શૈલેષભાઈ હઠીલા વિધિવત રીતે ખેસ પહેરીને પક્ષમાં જોડાયા હતા.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.