ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મદિન નિમિત્તે શ્રી યોગીરાજ વિદ્યામંદિર શિક્ષક દિનની ઉજવણી - At This Time

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મદિન નિમિત્તે શ્રી યોગીરાજ વિદ્યામંદિર શિક્ષક દિનની ઉજવણી


(ચૌહાણ અજય દ્વારા)
સવિનય જણાવવાનું કે અમારી શાળામાં તારીખ 05/09/2024 ને ગુરૂવારના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ સ્વયં શિક્ષક બની ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરેલ હતી. ત્યારબાદ શિક્ષકદિનમાં ભાગ લીધેલ શિક્ષકમાંથી 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા. તેમજ શિક્ષકદિનમાં ભાગ લીધેલ શિક્ષકોએ પોતાનો અનુભવ જણાવ્યો હતો. શિક્ષક બનવું એટલે માત્ર વર્ગખંડ પૂરતી જ જવાબદારી હોતી નથી. એ સિવાય પણ ઘણી બધી જવાબદારીનું પાલન કરવું પડે છે, જે તેમને અનુભવ્યું હતું. શિક્ષકનું જીવન નદીના કિનારા સમાન છે. જેમ નદીનો કિનારો પોતે ઘસાય છે અને પોતાના પ્રવાહને આગળ લઈ જાય છે. તેમ શિક્ષક પણ પોતે ઘસાઈને વિદ્યાર્થીઓને આગળ લઈ જવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. શિક્ષકના માર્ગદર્શન થકી જ વિદ્યાર્થી શિક્ષક, ડોક્ટર,એન્જિનિયર, વકીલ,વૈજ્ઞાનિક જેવા ઉચ્ચ સ્થાનને શોભાવે છે. આમ વ્યક્તિના જીવન ઘડતરનું, તેમજ સમાજ ઘડતરનું જો કોઈ કાર્ય કરતું હોય તો તે શિક્ષક જ છે. આ કાર્યને સફળ બનાવવામાં શાળાના આચાર્યશ્રી વિરલભાઈ વઢવાણા તથા શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળાના તમામ શિક્ષકગણોએ સારી રીતે મહેનત કરીને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.