જસદણની પ્રખ્યાત શ્રી હરિ બાપા આર્ટસ & કોમર્સ કોલેજમાં શિક્ષક દિવસની ધામધૂમથી ઉજવણી
જસદણની પ્રખ્યાત શ્રી હરિબાપા આર્ટ્સ & કોમર્સ કોલેજમાં આજ રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો. 5મી સપ્ટેમ્બરે આપણા મહાન શિક્ષક ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ-દિવસે આખા ભારતમાં ‘શિક્ષક દિન’ ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે જસદણની શ્રી હરિબાપા આર્ટ્સ & કોમર્સ કોલેજમાં પણ આજરોજ શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આખી કોલેજનું સંચાલન અને વહીવટ કરવામાં આવેલ. ધાડવી મેહુલે કોલેજના આચાર્યનું કામ સંભાળેલ. જ્યારે શ્રેષ્ઠ ત્રણ શિક્ષકોને ઈનામ આપી તેઓનું સન્માન કરવામાં આવેલ. ખીમાણી ફરીન, ઝાપડિયા હિરલ, પંડ્યા નિધિ. આ પ્રસંગે કોલેજના તમામ ટ્રસ્ટીઓએ કોલેજના તમામ વિદ્યાર્થીઓને શિક્ષકદિવસની શુભેચ્છા આપેલ. શિક્ષણકાર્યના અંતે એક નાનકડા સાંસ્ક્રુતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ, જેમાં આજના શિક્ષકોએ પોતાના આજના શિક્ષણકાર્યનો અનુભવ શેર કરેલ. જોશી કશીશ અને ધાડવી મેહુલે શિક્ષકદિન વિષે પોતાના અભિપ્રાયો આપેલ. જ્યારે બીજા વિદ્યાર્થીઓએ શિક્ષકદિન વિષે રજૂઆત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.