ગાંધીનગર અતુલ્ય વારસો દ્વારા શિક્ષક દિન નિમિત્તે હેરિટેજ ઓળખ તરીકે કાર્યક્રમ યોજાયો - At This Time

ગાંધીનગર અતુલ્ય વારસો દ્વારા શિક્ષક દિન નિમિત્તે હેરિટેજ ઓળખ તરીકે કાર્યક્રમ યોજાયો


આજરોજ શિક્ષક દિનનાં શુભપ્રસંગે *‘અતુલ્ય વારસો’* નાં *'એક કલાક હેરિટેજ શિક્ષણ માટે'* (1hr 4 Heritage Education) અભિયાન અંતર્ગત સૌપ્રથમ લેકચર શ્રેણીનો આરંભ IITE, ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં શિક્ષક તરીકે તૈયાર થનાર બીજા વર્ષના ૭૦ જેટલા વિધાર્થીઓ એ અમારા આ વ્યાખ્યાનનો લાભ મેળવ્યો હતો. હેરિટેજની ઓળખ, રાષ્ટ્રીય અને રાજ્યસ્તરનાં હેરિટેજ સ્થળોની સમજ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP 2020) નાં ભાગરૂપે હેરિટેજ શિક્ષણનાં વિવિધ આયામોને અનુલક્ષીને ટીમ અતુલ્ય વારસો દ્વારા પ્રેઝન્ટેશન અપાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.