દખણેશ્વર ગામને અડીને આવેલી કાંસ ની નદીની પ્રોટેક્શન દીવાલ વોલ બનાવા બાયડ મામલતદારશ્રી ને રજૂઆત કરવામાં આવી.
બાયડથી દખણેશ્વર રોડ પર આવેલ ગામના તળાવમાં વરાસી નદીનું અને કાંસની નદીનું પાણી આવતા બાયડ ગામમાં પુરની પરિસ્થિતિ સર્જાય છે.જેમાં કાંસની નદીમાં ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે (*"રડોદરા.સરસોલી.ગાબટ*") માંથી પાણી આવતું હોય કાંસના છાપરા વિસ્તાર માં આવેલ ખેડૂતોની જમીનમાં પણ નદીની આજુબાજુની જમીનમાં મોટા પાયે ધોવાણ થાય છે.અને ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે.આમ ઉપરવાસમાંથી પાણી આવક થતાં કાંસની નદીની બંને સાઇડનું ધોવાણ થાય છે અને તેના કારણે દર વર્ષે પાણીનો પ્રવાહ ગામમાં પવેશે છે અને આજુબાજુના રહેઠાણ વિસ્તાર જેવાકે મલાણીયા,નગરી, બાયડ તળાવની પાળ પાસે રાવળવાસ પ્રજાપતિ વાસ વગેરે વિસ્તારના લોકો આ પાણીથી પ્રભાવિત થયા છે.અને આ લોકોને નુકસાન વેઠવાનો વારો આવે છે.આથી બાયડ ગામના લોકોની માંગ છે કે કાંસની નદીની આજુબાજુ પ્રોટેક્શન દીવાલ બનાવમાં આવે તો પાણી ગામમાં પ્રવેશવાનો પ્રશ્ન હલ થાય તેમ છે અને કાંસની નદીને ઊંડી કરી પાળ પર ઉગેલા જાડી જાખરા અને બાવળનું કટિંગ કરવામાં આવે અને આનું સત્વરે નીરાકરણ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.