બુટલેગર હર્ષદ મહાજને પત્ની અને સાસુને જાનથી મારી નાંખવાની ધમકી આપી
સૌરાષ્ટ્રના લિસ્ટેડ બુટલેગર હર્ષદ મહાજને પત્ની અને સાસુને ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે મામલે યુનિ. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે 150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચો ક ગોકુલ મથુરાની પાછળ અલકનંદા એપાર્ટમેંટમાં રહેતાં સરોજબેન મનહરલાલ કોટક (ઉ.વ.67) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના જમાઈ અને સૌરાષ્ટ્રના લિસ્ટેડ બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન (રહે. ભવાની ચોક, દેવપરા) નું નામ આપતાં યુનિ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ તેમની દીકરી હીરલબેન અને ભાણેજ સાથે રહે છે.ગઈ રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ તેઓ બંને પુત્રી સાથે ઘરે હતાં ત્યારે તેમની દીકરી મેઘાબેનના ફોનમાં તેના પતિ હર્ષદનો ફોન આવેલો અને બંને વચ્ચે ફેમીલી મેટર બાબતે બોલાચાલી ઝગડો થતા તેમની પુત્રીએ ફોન કાપી ઊપાડવાનુ બંધ કરી દીધો હતો.
જેથી જમાઈ હર્ષદે તેમના ફોનમા ફોન કરેલો અને જણાવેલ કે, તારી દીકરી ફોન ઊપાડતી નથી, તેમ કહી ગાળો આપવા લાગેલો અને કહેલ કે, તારા દીકરી જમાઈને હું મારવા જાવ છું અને તને તથા તારા ઘરના સભ્યોને પણ હુ જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપેલ હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપી હર્ષદ મહાજનની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી હર્ષદ મહાજન દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.