મારી પાસે ચાના પૈસા કેમ માંગે છે કહીં વેપારીને ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી
પુષ્કરધામ મેઈન રોડ પર ’તું મારી પાસે ચાના પૈસા કેમ માંગે છે કહીં વેપારીને ટીંટિયા ભાંગી નાંખવાની ધમકી આપતાં હર્ષદ નામના શખ્સ સામે યુનિ. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે આંબેડકર નગર શેરી નં.4 જડૂસ હોટલ પાસે રહેતાં રાહુલ ધનજીભાઈ ગમારા (ઉ.વ.23) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હર્ષદ (રહે. ચાર માળિયા ક્વાર્ટર, પુષ્કરધામ, કાલાવડ રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ આશાપુરા ચાની હોટલ કાલવાડ રોડ એ.જી.ચોક પાસે ચલાવે છે.
ગઈકાલે સાંજના સમયે એકસેસ બાઈક લઈ હોટલેથી પુષ્કરધામમાં આવેલ ચાની પ્લાસ્ટીકની દુકાને ચાની કોથળીઓ લેવા માટે જતો હતો, ત્યારે રસ્તામાં પાછળથી એક એક્સેસ ચાલક હર્ષદ આવેલો, જે તેઓની ચાની દુકાને અવાર નવાર ચા પીવા માટે આવે છે.
બાદમાં તેને હર્ષદે ગાડી સાઈડમાં ઊભી રખાવીને કહેલ કે, તું મારી પાસે ચાના પૈસા કેમ માંગે છે તેમ કહી ગાળો આપવા લાગેલો અને કહેવા લાગેલ કે, હવે ચાના પૈસા માંગીશ તો તારા હાથ પગ ભાંગી જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ વિ. ડી.ઝાલાએ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.