ધંધુકા બગોદરા હાઈવેનો સર્વે હાથ ધરી પાણી નિકાલ ની યોગ્ય વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને રજૂઆત - At This Time

ધંધુકા બગોદરા હાઈવેનો સર્વે હાથ ધરી પાણી નિકાલ ની યોગ્ય વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને રજૂઆત


ધંધુકા બગોદરા હાઈવેનો સર્વે હાથ ધરી પાણી નિકાલ ની યોગ્ય વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીને રજૂઆત

લોકો અને વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવા અમદાવાદ જિલ્લા શિવાજી સેના ના અધ્યક્ષ ની લેખિતમાં રજૂઆત

અમદાવાદ જીલ્લા ના ધંધુકા બગોદરા હાઈવે પર હાલ વરસાદના કારણે આવેલ પાણી નો યોગ્ય નિકાલ ની વ્યવસ્થા ન હોવાને કારણે કેટલાય દિવસોથી હાઈવે બંધ પડેલ છે. જેથી આ હાઈવે પર વાહન વ્યવહાર પણ સદંતર બંધ કરી દેવાયો છે. અને વરસાદ બંધ થઈ ગયા પછી પણ કેટલાય દિવસો સુધી રસ્તો બંધ રહે છે જેના કારણે વાહન ચાલકો અને મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેમજ વાહન ચાલકો માટે જે વૈકલ્પીક અન્ય વ્યવસ્થા કરેલ છે, તે અન્ય વાધારાના કેટલાય કીલો મીટર ફેર ફરીને ધંધુકા પહોચાડે છે. જેથી વાહનચાલકો ને સમય અને ઈંધણ નો વ્યય થાય છે આ ઉપરાંત ધંધુકા સૌરાષ્ટ્ર નું પ્રવેશદ્વાર ગણાય છે. એટલે સમગ્ર સૌરાષ્ટ્રના લોકો તેમજ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ પણ આ રસ્તા ઉપર થી પસાર થાય છે તેથી સત્વરે આ રોડની સર્વેની કામગીરી હાથ ધરી જયા જરૂર પડે ત્યાં નવો ઓવરબ્રિજ બનાવી લોકો અને વાહન ચાલકોને દર વર્ષે પડતી હાલાકી દૂર કરીને તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ની યોગ્ય વ્યવસ્થા કરવા માટે અમદાવાદ જિલ્લાના શિવાજી સેના ના અધ્યક્ષ રજનીભાઈ મેર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.