રાજકોટ – કોટડા – જસદણના ખેડૂતોને આશીર્વાદ એવી ત્રંબા સૌની સિંચાઈ યોજના રૂ. ૨૩૫.૫૦ કરોડના ખર્ચે મંજૂર કરતા પાણીદાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા - At This Time

રાજકોટ – કોટડા – જસદણના ખેડૂતોને આશીર્વાદ એવી ત્રંબા સૌની સિંચાઈ યોજના રૂ. ૨૩૫.૫૦ કરોડના ખર્ચે મંજૂર કરતા પાણીદાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
રાજકોટ, કોટડા સાંગાણી અને જસદણ તાલુકાના ખેડૂતોને આશીર્વાદરૂપ જીવાદોરી સમાન ત્રંબા સૌની યોજનાથી સિંચાઈ અને પીવાના પાણીનો પણ લાભ મળતો થશે.

રાજકોટ જીલ્લાના રાજકોટ, જસદણ અને કોટડાસાંગાણી તાલુકાના વિવિધ ગામોના તળાવો/ ચેકડેમો/ નાની સિંચાઇ યોજના/ જળાશયોનો સૌની લીન્ક-૩ સમાવેશ કરવા વિવિધ ગામોને નર્મદા આધારિત પાણીનો લાભ આપવા બાબતની યોજનાની વર્ષોથી માંગ હતી. જેને ધ્યાને લઇ કર્મઠ, પ્રજાવત્સલ, સેવાભાવી રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ તાલુકાના-૩૦ (ત્રીસ) ગામો, કોટડા સંગાણી તાલુકાના- ૮ (આઠ) ગામો અને જસદણ તાલુકાના-૩ (ત્રણ) ગામો, જેમાં ૪ (ચાર) નાની સિંચાઇ યોજના સાથે કુલ-૪૧ ગામોને નર્મદાના પાણીનો લાભ આપવાના કામ સપ્લાય વોટર ફ્રોમ લિન્ક-૩ ટુ વેરીઅસ વિલેજીસ ઓફ રાજકોટ, કોટડા સાંગાણી અને જસદણ તાલુકાના ઓફ ડિસ્ટ્રીક્ટ રાજકોટ ને નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ. ૨૩૫.૫૦ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપેલ. આ યોજનાથી રાજકોટ તાલુકાના ત્રંબા ખાતે એક અલાયદુ પમ્પીગ સ્ટેશન બનવવાનુ આયોજન કરવામાં આવેલ છે. પમ્પીગ સ્ટેશનની ક્ષમતા આશરે 80 લાખ લિટર પ્રતિ કલાક જેટલી છે, જેમા અલગ અલગ ક્ષમતા ધરાવતા કુલ 11 પમ્પો (8 વર્કિંગ + 3 સ્ટેંડ બાય) પમ્પો મુકવાનુ આયોજન છે. આ કામમાં એમ,એસ પાઇપ 1219 થી 914 એમ.એમ વ્યાસની પાઇપ લાઇન, ડી,આઇ 800 થી 450 એમ.એમ. વ્યાસની પાઇપ લાઇન , 450 થી 315 એમ.એમ. વ્યાસની એચ.ડી.પી.ઇ પાઇપ લાઇન એમ કુલ આશરે 145164 મીટર લંબાઇના પાઇપ લાઇન નેટવર્ક નુ આયોજન કરવામાં આવેલ છે. સદરહુ કામ થકી રાજકોટ, જસદણ તથા કોટડા સાંગાણી વિસ્તરના કુલ 41 ગામોના આશરે 5000 એકર વિસ્તરમા સિંચાઇની સુવિધા સુદ્ઢ થશે. જેમાં રાજકોટ તાલુકાના લોધીડા, કાથરોટા, પાડાસણ, લાખાપર, રાજ સમઢીયાળા, અણિયાળા સર, નવાગામ, ચિત્રવાવ, ઢાંઢણી, ઢાંઢયા, ડેરોઈ, ગોલીડા, સાજડીયાળી લીલી, સાજડીયાળી સુકી, ભુપગઢ, વડાલી, લોઠડા, સરધાર, ભંગડા, ભાયાસર, ખારચિયા, હલેન્ડા, હરીપર, મકનપર, બાડપર, ઉમરાળી, હોડથલી, રામપરા અને હડમતીયા, કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા, ભાડુઈ, રાજપરા, નારણકા, ભાડવા, દેવળીયા, પાંચ તલાવડા અને રાજપીપળા અને જસદણ તાલુકાના બોઘરાવદર, ગઢડિયા(જામ) અને વીરનગર ગામોને આ યોજના સાકાર થતા સિંચાઈના પાણીનો લાભ મળતો થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.