સાબરકાંઠા ઇડરના સાબલીના શિક્ષકશ્રી ડૉ.મીનાબહેન એફ મનસુરી દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કમગીરી બદલ જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઈ પસંદગી - At This Time

સાબરકાંઠા ઇડરના સાબલીના શિક્ષકશ્રી ડૉ.મીનાબહેન એફ મનસુરી દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કમગીરી બદલ જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઈ પસંદગી


સાબરકાંઠા
ઇડરના સાબલીના શિક્ષકશ્રી ડૉ.મીનાબહેન એફ મનસુરી દ્વારા શિક્ષણ અંગે થઈ રહી છે ઉત્તમ કમગીરી
બદલ જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઈ પસંદગી
**
'શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ' એ સફળ ઉક્તિને ચરિતાર્થ કરતા ડૉ.મીનાબેન એફ મનસુરી સાબલી જૂથ પ્રાથમિક શાળામાં ૨૦૧૪ થી મુખ્ય પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષણનું ઉત્તમ કાર્ય કરી શિક્ષણની સુવાસ પાથરી રહ્યા છે. મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલીના વતની ડૉ.મીનાબહેન એફ મનસુરીએ ગુજરાતી ભાષામાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે.શિક્ષણક્ષેત્રેની કામગીરી અંગે વાતચીત કરતા તેઓ જણાવે છે કે વર્ષ ૧૯૯૮માં શિક્ષક તરીકે જોડાયા હતા અને વર્ષ ૨૦૧૪ માં સાબલી જૂથ પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે જોડાયા છે. હાલમાં શાળાનું પરિણામ ૭૧.૭૫ ટકા છે. તેઓશ્રી જણાવે છે કે વર્ષ ૨૦૧૪માં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તે સમયે શાળા “સી” ગ્રેડમાં હતી. તેઓના અને શાળાની ટીમના અથાગ પ્રયત્નોથી શાળાને “એ” ગ્રેડમાં પહોંચાડવા સફળ રહ્યા છે.વ્યવસાયિક સજ્જતા, વ્યવસાયિક વિકાસ, લેખન સંશોધન જેવા વિવિધ માપદંડો થકી જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે.
ગામલોકોના સહિયોગથી સતત શાળાના ભૈતિક વિકાસ અર્થે પ્રયત્નશીલ રહે છે."કામ કરે ઈ જીતે મનવા કામ કરે ઈ જીતે”ની ઉક્તિ જાણે તેમના મનોસ્મૃતિમાં વણાઈ હોય તેમ શિક્ષણની કામગીરી નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવી રહ્યા છે.
એડિટર ઝાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.