બોટાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી - At This Time

બોટાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રના સતત સંકલનમાં જિલ્લામાં વરસાદના પગલે માર્ગો પર થયેલા નુકસાન બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળ સેંથળી-સાળંગપુર રોડ પર મરામતની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવી હતી.સાથોસાથ બોટાદના અંડરબ્રિજ ખાતે પણ સમારકામની કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના અન્ય માર્ગો પર માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા જરૂરી સમારકામની કામગીરી કરીને આ માર્ગો વાહનો માટે પૂર્વવત કરી દેવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.