બોટાદના સાળંગપુર રોડ કપલી ધાર સરકારી આવાસ ઢાળ પાસે ખાડાઓના કારણે અક્સ્માત સર્જાય તેવી સ્થિતિ
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા વહીવટી તંત્ર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાળંગપુર રોડ સેથળિ રોડ પર સમાર કામગીરી કરવામાં આવી પરંતુ આ કામગીરી કરતા તંત્રને આંખે મોતી હોય તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે તેમજ સાળંગપુર રોડ પર સરકારી ગોડાઉન પાસે આવેલ સ્કૂલ પાસે સરકારી આવાસ પાસે બમ્પો મુકવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઉઠી છે. સરકારી આવાસ જ્યાં આપણા જીલ્લા ના અધિકારીઓ વસાવટ કરી રહ્યા છે જ્યારે બોટાદ સાળંગપુર રોડ મુખ્ય માર્ગ ગણાય છે. ત્યારે અંડર બ્રિજ ની અંદર એક સાઈડ ની અંદર ખાડામાં ઠીગડા મારવામાં આવ્યા પરંતુ બીજી સાઈડમાં ક્યાંક બારથી જિલ્લાના એન્જિનિયરો આવીને ઠીકડા મારશે કે શું ?જ્યારે હવે આવી અનેક બાબતો લોકોમાં ચર્ચા રહી છે.વહેલી તકે સરકારી આવાસથી અંડર બ્રિજ સુધી સાળંગપુર રોડને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામતની કામગીરી કરવામાં આવે તેવી બોટાદ શહેરના લોકો રાહ જોઇ રહ્યા છે.અવર નવાર ખાડાઓના લીધે લોકોમાં અકસ્માતો પણ સર્જાયા છે અને આવનારા સમયમાં અકસ્માતો સર્જાય તો જવાબદાર કોણ ?આવા અનેક સવાલો લોકોમાં થઈ રહ્યા છે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.