ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કમલમ કાર્યાલય,ગાંધીનગર ખાતે, ભાજપા સદસ્યતા અભિયાન 2024 અભિયાન અંતર્ગત પ્રદેશ ના તમામ સેલની સંયુક્ત બેઠક યોજાય
(કનુભાઈ ખાચર દ્વારા)
પ્રદેશના તમામ વિવિધ સેલ સંયુક્ત બેઠક સદસ્યતા અભિયાન અન્વયે, કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં દરેક જિલ્લાના વિધવિધ સેલની મુખ્ય ટીમના સંયોજકશ્રી હાજર રહેલ. આ બેઠક માં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી,મહામંત્રી રજનીભાઈ પટેલ,ઇન્ચાર્જ કે. સી. પટેલ, સહ ઇન્ચાર્જ કુલદીપ સિંહ, મનનભાઈ દાણી, જયરામ ભાઈ ગામીત અને પ્રદેશના મુખ્ય પદાધિકારીઓએ માર્ગદર્શન આપેલ. જેમાં બોટાદ જિલ્લા ભાજપ શિક્ષક સેલ સંયોજક મયુરધ્વજસિંહ ભાટી અને સાંસ્કૃતિક સેલ સંયોજક જયપાલ સિંહ ઝાલા અને સ્વચ્છતા સેલ રાજેશભાઇ પરમારએ ઉપસ્થિત રહી વિશેષ હાજરી આપેલ.અને બોટાદ જિલ્લામાં વિધવિધ સેલના માધ્યમથી,દરેક ક્ષેત્રના જેમ કે શિક્ષણ,ડોક્ટર,વકીલ,સી.એ,સહકાર,સાંસ્કૃતિક કલાકાર જેવા વિશિષ્ટ વ્યક્તિઓને જોડી, સદસ્યતા અભિયાનને વેગવંતું બનાવવા,શ્રી મયુરધ્વજસિંહ ભાટીએ બોટાદ જિલ્લા પ્રતિનિધિ તરીકે ખાત્રી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.