નાકરાવાડીમાં પ્રદૂષણ પર કાબૂ કરવા ફરી જીપીસીબીની મનપાને નોટિસ
20 વર્ષથી નીકળતા ગંદા પાણી અટકાવવા નોટિસ અપાઈ રહી છે
રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી કચરો એકઠો કરીને નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઈટમાં ઠાલવે છે. આ સ્થળે કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે પણ મનપાની બેદરકારીને કારણે કચરો આસપાસના ગામોમાં ફેલાતા પ્રદૂષણ ફેલાયું છે. છેલ્લા થોડા સમયથી રાહત હતી પણ ફરીથી નદી-નાળા અને ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાયું છે. જેને લઇને ગ્રામવાસીઓએ જીપીસીબીને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.