દીવાલ તોડી બિલ્ડર માટે રસ્તો કાઢ્યો
રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટીની બાજુમાં આવેલી શાંતિનિકેતન રેસિડેન્સીની 20 વર્ષ જૂની દીવાલ વિજિલન્સના બંદોબસ્ત સાથે ધરાશાયી કરી નાખી
આંતરિક માર્ગને ભ્રષ્ટ અધિકારીઓએ જાહેર બનાવી દીધો, દીવાલ તોડી નખાતા તેની પાછળનો ભાગ છ ફૂટ ઊંચો હોય વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસી ગયા’તા
રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટીની બાજુમાં આવેલી શાંતિનિકેતન રેસિડેન્સીની 20 વર્ષ જૂની દીવાલ મહાનગરપાલિકાની સુરક્ષા શાખાના સ્ટાફ તેમજ એ.ટી.પી.ઓેએ ગુંડાગીરી આચરી તોડી નાખ્યાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને સ્થાનિક કોર્પોરેટરને અનેકવખત રજૂઆત કરી છતાં પરિણામ કોઇ આવ્યું નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.