ગૌમાતા આધારિત ઔદ્યોગિક ક્રાંતિ હવે જરૂરી સમસ્ત મહાજન - At This Time

ગૌમાતા આધારિત ઔદ્યોગિક ક્રાંતિ હવે જરૂરી સમસ્ત મહાજન


ગૌમાતા આધારિત ઔદ્યોગિક ક્રાંતિ હવે જરૂરી સમસ્ત મહાજન

રાજકોટ કૃષિમાં રાસાયણિક ખાતરો,જંતુનાશક ઝેર અને જિનેટિકલ મોડીફાઇડ બીજથી ધરતીની ફળદ્રુપતા, ભૂગર્ભ, નદી-તળાવ જળ, વાતાવરણ,અન્ન, ફળ-શાકભાજી જીવલેણ બન્યા છે. માનવ અને જીવોની ફળદ્રુપતા ક્ષીણ થઇ છે. ઉત્તમ દેશી કૃષિ બીજ અને સકલ જીવસૃષ્ટિ લુપ્ત થયા છે. આ વૈશ્વિક સમસ્યાનો સરળ ઉપાય દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ છે.ગાયનાં ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ, વાતાવરણ શુધ્ધિ માટેના રિપેલન્ટ અને સેનીટાઇઝર્સ તથા અનેકવિધ ગૃહ ઉપયોગી કોસ્મેટીક ગોબર ઉત્પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્ત્રપ્રિન્યોરશીપની તકો ઊભી થઇ છે. ગૃહ ઉદ્યોગ, મધ્યમ કક્ષાનાં અને વિશાળ પાયે ઉત્પાદન કરવાની ક્ષમતાવાળા કોર્પોરેટ પ્લાન્ટ માટે વિવિધ સરકારી યોજનાઓ અમલમાં છે. ગોબરમાંથી ગોબર પેઇન્ટ, પ્લાસ્ટર, કલર, બ્રીક્સ, પ્લાયવુડ, ટાઇલ્સ, પેપર અને સ્મશાન માટેના લાકડાંની અવેજીમાં ગોબર લાકડી માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે.
ગોબર, ગૌમૂત્રમાંથી બાયોફ્યુલ જેવા કે, બાયોગેસ, સી.એન.જી, સીઓ2, હાઈડ્રોજન ઉત્પાદન કરી ફેક્ટરીઓને સપ્લાય થઈ રહ્યા છે. આપણી દેશી ગાય ગૌ સેવા, ગૌ સંરક્ષણ, ગોપાલન, ગોસંવર્ધન, ગૌ ઉત્પાદન, ગૌ ઉર્જા, ગૌ પ્રવાસન, સજીવ ખેતી જેવા વિવિધ વિષયો પર સરકારી અનુદાન, લોન, સબસિડી અને પ્રચારાત્મક યોજનાઓ વિષે કેન્દ્ર અને રાજ્યો મળી બધી સરકારો દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે.પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડુતોએ પોતાની ખેતીમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઇએ અને દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ડૉ. ગિરીશ શાહ (સભ્ય : એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા,

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.