ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૧૭૬૭ કિ.રૂ.૬,૮૫,૩૪૦/- તથા મોબાઇલ સહીત કુલ કિ.રૂ.૬,૯૩,૩૪૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૧૭૬૭ કિ.રૂ.૬,૮૫,૩૪૦/- તથા મોબાઇલ સહીત કુલ કિ.રૂ.૬,૯૩,૩૪૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ
સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/
માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૩/૦૯/૨૦૨૪ ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય,
વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, “નરેશભાઇ સનાભાઇ બારૈયા રહે.વરતેજ
જી.ભાવનગર તથા નં.(૨) અમજદ પઠાણ રહે.અમરેલી વાળાઓ બહારથી ઇગ્લીંશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે લાવેલ
છે અને તેઓ વિશ્વકર્મા જી.આઇ.ડી.સી., રાજ શક્તિ રોડ લાઇન્સની પાછળ અવાવરૂ જગ્યાંમાં દારૂનો જથ્થો રાખેલ છે
અને હાલ આ ઈંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરે છે.” જે બાતમીવાળી જગ્યાંએ રેઇડ કરતાં નીચે મુજબના માણસો
નીચે મુજબના ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર, વરતેજ પોલીસ
સ્ટેશનમાં પ્રોહીબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
> આરોપીઓ:-
1. નરેશભાઇ સ/ઓ. સનાભાઇ બારૈયા ઉવ.૩૦ રહે.હાલ-ઇન્દીરાનગર, બહુચરમાંના ચોક પાસે, ભાવનગર
મુળગામ- નવા પ્લોટ વિસ્તાર, વરતેજ, તા./જી.ભાવનગર
2. અમજદ દીલાવરખાન પઠાણ ઉવ.૨૮ રહે.સિપાઇ શેરી, મહુવા રોડ, મણીનગર, સાવરકુંડલા, જી.અમરેલી
→ કબ્જે કરેલ મુદ્દામાલ:-
1. રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વ્હીસ્કી ૭૫૦ ML ની બોટલ નંગ- ૫૧૨ કિ.રૂ.૨,૬૬,૨૪૦/-
2. મેક્ડોવેલ નં.૧ રિઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML ની બોટલ નંગ- ૫૬૮ કિ.રૂ.૨,૧૩૦૦૦/-
3. બેગપાઇપર ડીલક્સ વ્હીલકી ૭૫૦ ML ની બોટલ નંગ- ૬૮૭ કિ.રૂ.૨,૦૬૧૦૦/-
4. મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કિ.રૂ.- ૬,૯૩,૩૪૦/- નો મુદ્દામાલ.
> કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના
અરવિંદભાઇ મકવાણા, અજીતસંગભાઇ મોરી, હારિતસિંહ ચૌહાણ, કુલદીપસિંહ ગોહીલ, અર્જુનસિંહ ગોહીલ,
હસમુખભાઇ પરમાર વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.