રાજુલા નાગરિક બેંકની 53 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ - At This Time

રાજુલા નાગરિક બેંકની 53 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ


રાજુલા નાગરિક સહકારી બેંકની પ૩મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સભાસદવર્ગ, ગ્રાહકો અને આમંત્રીત મહેમાનો ની ખાસ હાજરી

રાજુલા શહેર માં માર્કેટીંગ યાર્ડ ખાતે રાજુલા શહેર ની છેલ્લા ૫૦ વર્ષ થી રાજુલા નાં નાના અને મધ્યમ વર્ગ ને અનેક રીતે સહયોગી થઈ તેમને પગભર કરવા કામગીરી કરે છે તેવી આપણા સૌની બેંક એવી નાગરિક સહકારી બેંકની ૫૩મી વાર્ષિક સાધારણ સભા બેંક નાં ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ધાંખડા નાં અધ્યક્ષ પદે યોજવામાં આવી હતી.

જેમાં પધારેલા રાજુલા શહેરનાં અગ્રગણ્ય મહાનુભાવોનું બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ ઘ્વારા ઉષ્માસભર સ્વાગત – સન્માન કરવામાં આવેલ હતું તેમજ આ બેંક નાં શેર ભંડોળ, ડિપોઝીટસ તથા ધિરાણ અને ચાલુ વર્ષ નાં નફાની ફાળવણી અને બેંક નાં સુચીત બિલ્ડીંગ તથા બેંક ધ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન કામગીરી જેવી વિવિધ કામગીરી તેમજ બેંક ધ્વારા રાજુલા શહેર નાં નાના અને મધ્યમવર્ગને સહાયરૂપ થવાની કામગીરી ને બિરદાવવામાં આવી હતી. આ સાધારણ સભામાં નાગરિક બેંક નાં સમગ્ર ડિરેકટર્સશ્રીઓ - દિનેશભાઈ પારેખ, બેંક નાં પૂર્વ પ્રમુખ બાબમામા કોટીલા, લાલભાઈ મકવાણા અને જુસબભાઈ ભોકીયા, વિનુભાઈ પટેલ, પ્રવિણભાઈ જોશી, મહેશભાઈ વ્યાસ, બાબભાઈ વાણીયા, હિંમતભાઈ ટાંક, ભરતભાઈ મહેતા, કિર્તીભાઈ સોલંકી, મનસુખભાઈ જોશી તથા શ્રી રિતેષભાઈ આદ્રોજા તેમજ બહોળી સંખ્યામાં સભાસદશ્રીઓ, ગ્રાહકવર્ગ અને કર્મચારીગણ સહિત વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમજ રાજુલા શહેરનાં નામાંકિત મહાનુભાવો – ભાનુદાદા રાજગોર, બિપીનભાઈ લહેરી, સંજયભાઈ ધાંખડા, રમેશભાઈ ડોબરીયા, બકુલભાઈ વોરા, મનુભાઈ ધાંખડા, અબ્દુલભાઈ સેલોત, એ આ ખાસ કાર્યક્રમ માં હાજરી આપી હતી. તેમજ રાજુલા નાં વિવિધ સમાજનાં પ્રતિનીધી એ હાજર રહી બેંક ની કામગીરી ને બિરદાવી હતી. આ કાર્યક્રમ નું સમગ્ર સંચાલન બેંક નાં બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા કર્મચારીગણ ધ્વારા કરવામાં આવ્યું હતુ.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.