રાજ્ય અનેક મહાનગરો ની અતિ વરસાદ થી કફોડી સ્થિતિ આવું ન બને તે માટે મુખ્યમંત્રી એ દુરંદેશી પૂર્વક તકેદારી ના પગલાં લેવા પૂર્વ સાંસદ ઠુંમર નો પત્ર
રાજ્ય અનેક મહાનગરો ની અતિ વરસાદ થી કફોડી સ્થિતિ આવું ન બને તે માટે
મુખ્યમંત્રી એ દુરંદેશી પૂર્વક તકેદારી ના પગલાં લેવા પૂર્વ સાંસદ ઠુંમર નો પત્ર
અમરેલી વધારે વરસાદનાં કારણે શહેરીજનોને થતી મુશ્કેલીમાં ભવિષ્યમાં આવું ન બને તે અંગે કડક પગલા લેવા રાજ્ય ના મુખ્ય મંત્રી ને પૂર્વ સાંસદ ઠુંમર નો પત્ર છેલ્લા ઘણા વર્ષોથી ૧૦ ઇંચ થી વધારે વરસાદ પડે તો મહાનગરો વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જુનાગઢ જેવા મહાનગરોમાં રહેણાંક વિસ્તારો સોસાયટીમાં એક-એક માળ ડુબી જાય છે તેની પાછળનાં મુખ્ય કારણોમાં કોમન પ્લોટ ઉપર દબાણ કરી બિલ્ડીંગો ખડકી દેવામાં આવ્યા છે. કુદરતી પાણીનાં પ્રવાહને અડચણ ઉભી થાય તે પ્રકારે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. નદી, નાળા શહેરમાંથી પસાર થતાં હોય ત્યાં ગેરકાયદેસર રીતે દબાણ થયેલ છે. મચમોટા બિલ્ડીંગો, હોટલો ઉભી થયેલ છે. તેવું ગત વર્ષે જુનાગઢ કોંગ્રેસ પક્ષ તરફથી એક તપાસ કમિટીમાં મને મોકલેલ ત્યારે ધ્યાન ઉપર આવેલ તેનો રીપોર્ટ પણ કરવામાં આવેલ હતો. ૧૯૮૨-૮૩, અને ૧૯૮૩-૮૪ તેમજ ૨૦૧૫ ના અતિવૃષ્ટીના કારણે ભારેમોટી ખેતીમાં તારાજી થયેલી હતી, છતાપણ શહેરી વિસ્તારને તેમજ કોર્પોરશન વિસ્તારમાં ઓછામાં ઓછી મુશ્કેલી ઉભી થઈ હતી. છેલ્લા બે-ત્રણ વર્ષથી સુરત, વડોદરા, જુનાગઢ અને જામનગર કોર્પોરેશનનાં શહેરમાં રહેતાં રહેણાંકધારકો ભારે-મોટી મુશ્કેલીમાં મુકાયા છે અનેક જાનહાની થઈ છે. તેની પાછળ આડેધડ ગેરકાયદેસર બાંધકામ સરકારી નિયમો પ્રમાણે જગ્યા છોડવાને બદલે રજાચીઠ્ઠીમાં આપવામાં આવેલ બાંધકામ તા. બાદ પાછળથી દબાણ કરીને કુદરતી વ્હેણ અને રસ્તાને દબાણ કરવાનું મુખ્ય કારણ છે, તેમજ શહેરી વિસ્તારમાં મચમોટા બિલ્ડીંગો થતાં વરસાદ અને ટેરેસ ના પાણી રસ્તા ઉપર આવી જાય છે તેનો નિકાલ ન હોવાને કારણે દસ-દસ ફુટ સુધી પાણી ભરાઇ જાય છે. લોકો પરેશાન થાય છે લોકોનાં મોત થાય છે તેની પાછળનું કારણ ભ્રષ્ટ અધિકારી નીતિ અને આડેધડ બાંધકામો એ મુખ્ય છે. નેચરલ કલાઇમેન્ટ (કેલામીટી) બદલી રહી છે. વરસાદ વધારે થતો જાય છે અને તેનો પીરીયડ પણ લંબાયો છે તેવું વેજ્ઞાનિકો તરફથી પણ અવાર-નવાર થતું તહે છે. તેવી તમામ બાબતોને ધ્યાને લઈ જિલ્લા મથકે જેવા કે, અમરેલી ખાસ તેમજ સુરેન્દ્રનગર અને મહત્વનાં ટાઉન મુખ્ય મોટા શહેરો માં કડકમાં કડક આદેશો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં લોકોને અનેક સમસ્યાઓ સહન કરવી પડશે અને મોટી જાનહાની તેમજ અકસ્માતો સર્જાશે, તેવું ન બને તે માટે નિયમ વિરૂધ્ધ થયેલા કોઇપણ બાંધકામ હોય તેવા તમામ બાંધકામોને દૂર કરી અને નિયમ પ્રમાણેનાં જ બાંધકામો ભવિષ્યમાં કરવામાં આવે અને ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવે, કુદરતી વ્હેણ ઉપર દબાણ થયા છે તેમાં કોઇપણ ઇસમ હોય તેની સ્નેહ-શરમ રાખ્યા વગર કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે જરૂરી આદેશો કરશો તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.