આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચતર માધ્યમિક શિક્ષણ ગાંધીનગર બોર્ડ ચૂટણી -૨૦૨૪ જૂનાગઢ ના માધ્યમિકશિક્ષક વિભાગના માન્ય ઉમેદવાર નિલેશ સોનારા એ વિજય મૂર્ત મા ફોર્મ ભરીયુ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી ચૂંટણીમાં ખંડ-3 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષક ખંડ( 3 )માં માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ તરફથી જૂનાગઢ માધ્યમિક શિક્ષક સંઘના ખૂબ સક્રિય પ્રમુખ શ્રી નિલેશભાઈ સોનારા ને મહામંડળ તરફથી મેન્ડેડ સુપ્રત કરી આપવામાં આવેલ અને મહામંડળના માન્ય ઉમેદવાર તરીકે તારીખ 24/09/ 2024 ના રોજ નામાંકન પત્ર ભરી અને પોતાની ઉમેદવારી નોંધાવેલ છે સમગ્ર ગુજરાતમાંથી મહામંડળના માન્ય ઉમેદવાર તરીકે શ્રી નિલેશભાઈ સોનારા ને માન્યતા મળેલ હોય મહામંડળના માનનીય ઉમેદવાર તરીકે સૌ સારસ્વત મિત્રો શિક્ષક મિત્રોને આગામી તારીખ 24/09/ 2024 ના રોજ બોર્ડની ચૂંટણીમાં સો ટકા મતદાન કરી દરેક ઘટક સંઘે ઘટક સંઘના હોદ્દેદારો પ્રમુખ મંત્રીઓ સારસ્વત મિત્રો કારોબારી સદસ્યો ખભે- ખભો મિલાવી આ પ્રતિષ્ઠા ના જંગ માં મહામંડળના માનનીય ઉમેદવાર શ્રી નિલેશભાઈ સોનારા ને વિજય અપાવી મહામંડળની એકતા અખંડતા અને એક સૂત્ર તને કાયમ કરીશું આ પ્રેસના માધ્યમથી ખાસ જણાવવાનું કે મહામંડળની એકતા અને સંગઠનના કારણે જ ભૂતકાળમાં પગાર પંચ શિક્ષણ અને શોક્સલોના હિત માટે તેમજ રક્ષણ જેવી મહત્વની બાબતો ના ઠરાવ કરાવવામાં આપણે સફળ થયા છીએ મિત્રો આવનારા પડકારો સંગઠનના માધ્યમથી જ ઉકેલ લાવવામાં સફળ થઈશું સોશિયલ મીડિયા અને whatsapp માં કોમેન્ટ કરવાથી સરકાર આપણી વિચારધારા સમજી શકે છે પ્રશ્નોના ઉકેલને બદલે વધારે પ્રશ્નો ગૂંચવાય છે બોર્ડમાં આપણું મજબૂત પ્રતિનિધિત્વ હશે તો કોઈપણ પ્રકારના શિક્ષકના પ્રશ્નો માટે આપણું પ્રતિનિધિત્વ મજબૂત રીતે નિર્ધારિત કરી શકશો સમગ્ર ગુજરાતના માધ્યમિક સંવર્ગના શિક્ષકોને શિક્ષક ભાઈઓ અને બહેનોને મહામંડલ તરફથી આહવાન કરવામાં આવે છે કે 24 /09 /2024 ના દિવસે કોઈપણ સંજોગોમાં આપણા સૌ સારસ્વત મિત્રોને જંગી મતદાન કરી મહામંડળની એકતા અખંડતા અને એક સૂત્રતા ના દર્શન કરાવીશું ઘણા ઘટક સંઘોમાં ચૂંટણી બાબત ઉત્સાહિત બની આપણી સામે ના પડકારોને પૂર્ણ કરીશું કારણકે કેટલાક નવા ફુટી નીકળેલા સંગઠનો ના કારણે કેટલાક શિક્ષક મિત્રોના મગજમાં ખોટી માન્યતા ઘર કરી જાય તેવી અફવાઓ અને નિરાશા જનક બાબતો નો સતત મારો ચલાવવામાં આવે છે
મિત્રો જે કાંઈ મળ્યું તે મહામંડળ ના થકી જ મળ્યું છે જે કાંઈ મળવાનું છે તે મહામંડળ મારફતે જ મળશે આપના જે કાંઈ પ્રશ્નો છે એ આપણે મજબૂતાઈથી સો ટકા ઉકેલ લાવવા માટે સક્ષમ છીએ પ્રતિબદ્ધ છીએ અને વચન બદ્ધ છીએ આપ સર્વે ઉપર મહામંડળને ખૂબ ભરોસો છે આ ભરોસાને કાયમ રાખવા માટે આપણે મહામંડળની આ આન બાનને ટકાવી રાખવા માટે મતદાનના દિવસે એક જબરજસ્ત માહોલ બનાવી અને એક ઉદાહરણરૂપ આ ચૂંટણીમાં આપણું પ્રતિનિધિત્વ પુરવાર કરીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.