EDITOR’S VIEW: નેટફ્લિક્સ જાળમાં ફસાયું:વેબસિરિઝના ‘શંકર’ અને ‘ભોલા’ના લીધે કેન્દ્રએ ત્રીજું નેત્ર ખોલ્યું, જાણો, કંદહાર હાઇજેક કાંડનું A TO Z
ચીફ, ડોક્ટર, બર્ગર, શંકર અને ભોલા... આ પાંચ નામમાંથી બે નામ શંકર અને ભોલા માટે અત્યારે વિવાદ થયો છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એક વેબસિરિઝ રિલિઝ થઈ 'IC 814: ધ કંદહાર હાઈજેક'. આ વેબસિરિઝમાં પ્લેન હાઈજેક કરનારા આતંકવાદીઓ કોડ નેમમાં એકબીજાને સંબોધન કરે છે તેવું બતાવાયું છે અને તેમાં બે નામ છે - શંકર અને ભોલા. આ બે નામને લઈને હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આરોપ છે કે, ફિલ્મ મેકર્સે આતંકવાદીઓના સાચા નામ છુપાવવાની કોશિશ કરી છે અને આતંકવાદીઓને હિન્દુઓના આરાધ્ય દેવના કોડ નેમથી સંબોધતાં બતાવાયા છે. ભારત સરકારે પણ નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલને સમન્સ મોકલી ખુલાસો માગ્યો છે. નમસ્કાર, નેટફ્લિક્સ પર વેબસિરિઝ 'IC 814: ધ કંદહાર હાઈજેક' રિલિઝ પણ થઈ ને લાખો લોકોએ જોઈ પણ લીધી. આ પછી સોશિયલ મીડિયા પર બોયકોટ નેટફ્લિક્સ અને બોયકોટ બોલિવુડ એવો વિરોધ વંટોળ ઊભો થયો છે. કંદહાર હાઈજેકની ઘટના પછી નેટફ્લિક્સ અને ફિલ્મ મેકર્સ અનુભવ સિન્હા અને ત્રિશાંત શ્રીવાસ્તવે ખુલાસા પણ કર્યા છે કે, જ્યારે હાઈજેક થયું ત્યારે આતંકીઓ આ કોડ નેમ યુઝ કરતા હતા. એટલે વેબસિરિઝમાં એ જ નામો બતાવાયા છે. પણ આ ખુલાસા સાંભળવા લોકો તૈયાર નથી અને વિરોધે જોર પકડ્યું છે. શું છે આખો વિવાદ?
ડાયરેક્ટર અનુભવ સિન્હાએ નેટફ્લિક્સ માટે બનાવેલી વેબસિરિઝ 'IC 814: ધ કંદહાર હાઈજેક' ડિસેમ્બર 1999માં બનેલી એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. નેપાળના કાઠમંડુથી નવી દિલ્હી જઈ રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર IC 814ને આતંકવાદીઓએ હાઈજેક કરી લીધી હતી. આ પ્લેનને અલગ-અલગ સ્થળોએ થઈને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ એ સમયની વાજપેયી સરકાર સામે માગણી મૂકી હતી અને ભારત સરકારે તેના મુસાફરોના જીવના બદલામાં આતંકવાદીઓની માંગણીઓ સ્વીકારવી પડી. આમાંની એક માંગ ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની હતી - મૌલાના મસૂદ અઝહર, ઓમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ ઝરગર. આ ત્રણેય આતંકીઓ એ સમયે ભારતની જેલમાં હતા. આ આતંકીઓએ છૂટ્યા પછી તેમણે ભારતમાં હુમલા કરાવ્યા અને આતંક મચાવવાનું ચાલુ રાખ્યું. ખાસ કરીને મસૂદ અઝહરે 2001માં સંસદ પર હુમલો, 2008માં મુંબઈ પર હુમલો, 2016માં પઠાણકોટ એટેક અને 2019માં પુલવામા હુમલો પણ આ જ મસૂદ અઝહરે કરાવ્યા. શું છે હકીકત?
6 જાન્યુઆરી, 2000ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, અપહરણકર્તાઓના સાચા નામ આ હતા: વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાઇજેક કરાયેલા પ્લેનમાં સવાર મુસાફરોને હાઇજેકરોએ પોતાને કોડનેમ આપ્યા હતા - ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર. તે પ્લેનમાં પણ આ જ નામથી એકબીજાને બોલાવતા હતા અને મુસાફરોને પણ સૂચના આપી હતી કે, પોતાને આ જ નામથી બોલાવે. પણ વેબસિરિઝ રિલિઝ થયા પછી લોકો, ખાસ કરીને હિન્દુ સંગઠનો આરોપ લગાવી રહ્યા છે કે, ફિલ્મ મેકર્સે આતંકવાદીઓનો ધર્મ બદલી નાંખ્યો છે અને આતંકવાદીઓની અસલી ઓળખ છુપાવવાની કોશિશ કરી છે. શું છે સિરિઝની સ્ટોરી?
આ સિરીઝની સ્ટોરી 24 ડિસેમ્બર,1999ની સત્ય ઘટના પર આધારિત છે. જ્યારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી જતી વખતે પાંચ આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814નું હાઈજેક કર્યું હતું. જેમાં 176 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આતંકીઓ પ્લેનને અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંદહાર લઈ જાય છે. મુસાફરોને સાત દિવસ સુધી બાનમાં રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પ્લેનની અંદર મુસાફરોની સ્થિતિ કેવી હોય છે? તેમના પરિવારો પર શું વીતે છે? આ મુસાફરોને મુક્ત કરવા માટે સરકાર સમક્ષ કેવી શરત રાખવામાં આવે છે? આતંકવાદીઓની શરતો સ્વીકારવા માટે સરકાર કેવી રીતે મજબૂર છે? આ બધું આ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે. વેબસિરિઝનો આધાર શું?
નેટફ્લિક્સ માટે ડાયરેક્ટર અનુભવ સિંહાએ એક પુસ્તકનો રેફરન્સ લીધો હતો. એ વખતના ફ્લાઇટ કેપ્ટન દેવી શરણ હતા તેમણે પત્રકાર શ્રીજોય ચૌધરી સાથે મળીને એક પુસ્તક લખ્યું હતું- 'ફ્લાઇટ ઇન ફિયરઃ ધ કેપ્ટન્સ સ્ટોરી'. આ પુસ્તકમાં ટાંકવામાં આવેલી વાતોનો આધાર લઈને વેબસિરિઝ બનાવામાં આવી છે. પુસ્તકમાં પણ લખ્યું છે કે, આતંકીઓના કોડ નેમ ચીફ, ડોક્ટર, બર્ગર, શંકર અને ભોલા હતા. કેન્દ્ર સરકારે શું પગલાં લીધાં?
'IC 814: ધ કંદહાર હાઈજેક' વેબસિરિઝ પર શંકર અને ભોલા નામના કારણે વિવાદ વકર્યો અને સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડ શરૂ થયો. કેન્દ્ર સરકારે પણ આકરું પગલું લેતાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલને સમન્સ મોકલ્યું છે. મંત્રાલયે જે નામનો વિવાદ થયો છે તે સંદર્ભે નેટફ્લિક્સ પાસે ખુલાસો માગ્યો છે. વિવાદ પર કોણે, શું કહ્યું? જાણો શું હતી કંદહાર વિમાન હાઈજેક ઘટના...
ઈન્ડિયન એરલાઇન્સ IC 814નું અપહરણ તાલિબાને ઘેરી લીધું હતું વિમાન આતંકીઓની આ માગણી મૂકી હતી આ આતંકીઓને છોડવામાં આવ્યા છેલ્લે, જેમ વેબસિરિઝ 'IC 814: કંદહાર હાઈજેક'નો વિવાદ છે તેવી રીતે ભાજપની સાંસદ કંગના રાણાવતની આવનારી ફિલ્મ 'ઈમરજન્સી'નો પણ વિવાદ છે. 6 સપ્ટેમ્બરે થિયેટરમાં આ ફિલ્મ રિલિઝ થવાની હતી પણ સેન્સર બોર્ડે સર્ટીફિકેટ પાછું ખેંચી લીધું એટલે હવે રિલિઝ નહીં થાય. આખાબોલી કંગનાએ ટ્વિટ કરીને લખ્યું કે, OTT પ્લેટફોર્મ પર બધું બતાવવાની છૂટ છે. ત્યાં બધી સ્વતંત્રતા છે. અહીંયા તમે હકીકત દોષ સાથે બધું પિસરી શકો છો પણ ભારતની એકતા અને અખંડિતતા દર્શાવતી આવી ફિલ્મોને મંજૂરી આપવામાં વાંધો કેમ આવે છે? લાગે છે કે, દેશના થોડાક લોકો માટે જ સેન્સરશિપ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.