આરપીએફ હિંમતનગર તેમજ જી આર પી હીંમત નગર દ્વારા યાત્રી જાગરૂકતા અભિયાન તેમજ માનવતા વાદી સેવા કાર્ય.
આરપીએફ હિંમતનગર તેમજ જી આર પી હીંમત નગર દ્વારા યાત્રી જાગરૂકતા અભિયાન તેમજ માનવતા વાદી સેવા કાર્ય.
---------------------------------------------
અમદાવાદ ડિવિજન ના આરપીએફ હીંમત નગર ના રેલ્વે સબ ઇન્સ્પેક્ટર હરેશ ચૌહાણ તેમજ જી આર પી હેડ કોન્સ્ટેબલ વિપિન ભાઇ ને સ્ટાફ ની સાથે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર યાત્રી જાગૃતતા અભિયાન કરવામાં આવેલ ,જેમાં યાત્રીઓને યાત્રા દરમિયાન રાખવામાં આવતી તમામ સાવધાની બાબત ની જાણકારીઓ આપવામાં આવેલ, કોઈ બાળક એકલું હોય,તેની જાણ તુરંત રેલવે હેલ્પલાઇન 139 પર જાણ કરવામાં, તેમજ ચાલુ ટ્રેન મા ચડવું નહીં કે ચાલુ ટ્રેન થી ઉતરવું નહીં તેમજ કોઈપણ અજાણી વ્યક્તિ પાસે થી કોઈ પણ ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખાવી નહીં તેમજ મોબાઈલ ફોન થી ચાલું ટ્રેન મા સેલ્ફી લેવી નહીં તેમજ, રાત્રીની યાત્રા દરમિયાન બારી દરવાજા બંધ રાખવા, તેમજ ટિકિટ લઈને જ યાત્રા કરવી , રેલ પરિસર તેમજ રેલ માં ધુમ્રપાન કરવું નહિ ,આ બાબત જાગરૂકતા અભિયાન કરવામાં આવેલ , આજે એક મહિલા યાત્રી ઈન્દ્ર કુંવર રાઠોડ હાર્ટ ની બીમારી થી પીડિત હતી તે પોતાના પુત્ર પરવત સિંહ રાઠોડ સાથે સેમારી સ્ટેશન થી હિંમતનગર ઈલાજ હેતુ આવતા આરપીએફ સબ ઇન્સ્પેક્ટર હરેશ ચૌહાણ પાસે મદદ માગતા સબ ઇન્સ્પેક્ટર અને જી આર પી હેડ કોન્સ્ટેબલ વિપિન ભાઇ એ સ્ટેશન માસ્ટર ઓફીસ થી વ્હીલ ચેર મંગાવી તેમને હોપ હોસ્પિટલ મોકલવામાં આવેલ , મહીલા યાત્રી ઈન્દ્ર કુંવર રાઠોડ તેમજ તેમના પુત્ર પરવત સિંહ રાઠોડ દ્વારા આરપીએફ હિંમતનગર ના સબ ઇન્સ્પેક્ટર હરેશ ચૌહાણ તેમજ જી આર પી નાં હેડ કોન્સ્ટેબલ વિપિન ભાઇ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.