‘જાતિની વસ્તી ગણતરી સંવેદનશીલ મુદ્દો’:RSSએ કહ્યું- તેનો ઉપયોગ ચૂંટણી હેતુ માટે ન થવો જોઈએ’ સમાજની એકતા-અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ જાતિની વસ્તી ગણતરીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેને એક સંવેદનશીલ મુદ્દો ગણાવતા RSSએ કહ્યું કે જાતિની વસ્તી ગણતરી સમાજની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. પંચ પરિવર્તન અંતર્ગત આ અંગે ચર્ચા કરવામાં આવી છે અને સંગઠને નક્કી કર્યું છે કે માસ લેવલે સમરસતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરવામાં આવશે. RSSએ જાતિની વસ્તી ગણતરી અને મહિલાઓની સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. સંસ્થાએ સમાજની એકતા અને અખંડિતતા જાળવવા જાતિની વસ્તી ગણતરી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે મહિલાઓની સુરક્ષા માટે નવા પગલાં લેવાની વાત કરી છે. આરએસએસની તાજેતરની બેઠકમાં આ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થયો અને ભવિષ્ય માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. RSSએ શું કહ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ જાતિની વસ્તી ગણતરીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેને એક સંવેદનશીલ મુદ્દો ગણાવતા RSSએ કહ્યું કે જાતિની વસ્તી ગણતરી સમાજની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. પંચ પરિવર્તન અંતર્ગત આ અંગે ચર્ચા કરવામાં આવી છે અને સંગઠને નિર્ણય લીધો છે કે માસ લેવલે સમરસતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરવામાં આવશે. જાતિની વસ્તી ગણતરી સંવેદનશીલ વિષય: RSS
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું કે, 'જાતિની વસ્તી ગણતરી એક સંવેદનશીલ વિષય છે. તેનાથી સમાજની એકતા અને અખંડિતતાને ખતરો છે. આ અંગે પંચ પરિવર્તનમાં ચર્ચા કરવામાં આવી છે. અમે સામૂહિક સ્તરે સમરસતા પર કામ કરીશું. જાતિ આધારિત પ્રતિક્રિયાઓ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને રાષ્ટ્રીય એકીકરણ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ જાતિની વસ્તી ગણતરીનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે થવો જોઈએ નહીં. પરંતુ કલ્યાણકારી હેતુ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે સરકાર તેમની સંખ્યાની ગણતરી કરી શકે છે. દલિત સમાજની સંખ્યા જાણવા માટે કરાવી શકાય છે ગણતરી
આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે જાતિની પ્રતિક્રિયાઓ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જાતિ વસ્તી ગણતરીનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે થવો જોઈએ નહીં. જો કે, કલ્યાણકારી હેતુઓ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે સરકારને તેમની સંખ્યા ગણવાનો અધિકાર છે. કોલકાતાની ઘટનાની પણ થઈ ચર્ચા
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. RSSએ મહિલાઓની સુરક્ષા માટે મહિલા કાયદામાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને તેને ચિંતાજનક મુદ્દો ગણાવ્યો. મહિલા સુરક્ષાને લઇને પાંચ મોરચે ચર્ચા કરવામાં આવી જેમાં કાયદાકીય, જાગૃતિ, સંસ્કાર, શિક્ષણ અને સ્વ-બચાવનો સમાવેશ થાય છે. આ મોરચે મહિલા સુરક્ષા અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.