ચિ.ક્રિના પાડલીયાએ ૨૧માં જન્મદિનની ઉજવણી વૃધ્ધાશ્રમનાં વડીલો, અબોલ જીવને સંવેદના, ઝુંપડપટ્ટી ના બાળકો સાથે કરી - At This Time

ચિ.ક્રિના પાડલીયાએ ૨૧માં જન્મદિનની ઉજવણી વૃધ્ધાશ્રમનાં વડીલો, અબોલ જીવને સંવેદના, ઝુંપડપટ્ટી ના બાળકો સાથે કરી


ચિ.ક્રિના પાડલીયાએ ૨૧માં જન્મદિનની ઉજવણી

વૃધ્ધાશ્રમનાં વડીલો, અબોલ જીવને સંવેદના, ઝુંપડપટ્ટી ના બાળકો સાથે કરી

રાજકોટ સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના મોવીયા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા સેવાભાવી દિલીપભાઈ નાથાભાઈ પાડલીયા તથા રીટાબેન દિલીપભાઈ પાડલીયાની સુપુત્રી ચિ. ક્રિનાએ પોતાના ૨૧ માં જન્મદિનની ઉજવણી સદભાવના વૃધ્ધાશ્રમમાં રૂબરૂ જઈ નિરાધાર, વૃધ્ધ માવતરોના આશીર્વાદ લઈ તેમની હુંફ મેળવી હતી તથા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ — એનીમલ હેલ્પલાઈન, રાજકોટની હોસ્પિટલ/શેલ્ટરની મુલાકાત લીધી હતી અને અબોલજીવોની થતી સારવારનું નિરીક્ષણ કરી પોતાની સંવેદના પ્રગટ કરી હતી સાથમાં જ રાજકોટના ઝુંપડપટ્ટી વિસ્તારમાં પણ નાના ભુલકાઓને નાસ્તો કરાવીને ઉજવણી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આજના આધુનીગ યુગમાં યુવાધન પોતાના ઘરે આવતા પ્રસંગો જન્મદિન, લગ્ન, સગાઈ વિગેરેમાં ખૂબ જ ખર્ચાળ ઉજવણી કરીને પોતાની શ્રીલક્ષ્મીને મોજશોખમાં વાપરતા હોય છે ત્યારે દિલીપભાઈની લાડલી દિકરી ચિ.ક્રિનાએ સમાજમાં એક અલગ જ ચિલ્લો ઉભો કર્યો છે.ચિ. ક્રિનાને જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ પરીવારજનો, શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.