દેશમાં મોનસૂન ટ્રેકર:આંધ્ર-તેલંગાણામાં પૂરને કારણે 10ના મોત, NDRFની 26 ટીમો તહેનાત, 99 ટ્રેનો રદ; વિજયવાડામાં 2.76 લાખ લોકો અસરગ્રસ્ત - At This Time

દેશમાં મોનસૂન ટ્રેકર:આંધ્ર-તેલંગાણામાં પૂરને કારણે 10ના મોત, NDRFની 26 ટીમો તહેનાત, 99 ટ્રેનો રદ; વિજયવાડામાં 2.76 લાખ લોકો અસરગ્રસ્ત


આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અનેક જિલ્લાઓમાં પૂરના કારણે 10 લોકોના મોત થયા છે. બંને રાજ્યોમાં 99 ટ્રેનો રદ કરવામાં આવી છે. 54 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. અહી ઘણી નદીઓમાં પૂર આવ્યું છે. NDRFની 26 ટીમો તહેનાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું- 1998 પછી આ પ્રકારનું પૂર આવ્યું છે. 17 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિજયવાડામાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં કેટલાક વિસ્તારોમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા છે. શહેરમાં પૂરથી 2.76 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. બીજી તરફ તેલંગાણામાં 24 કલાકમાં પૂર અને વરસાદના કારણે 9 લોકોના મોત થયા છે. સૂર્યપેટ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, મહબૂબાબાદ અને ખમ્મમ જિલ્લા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ખમ્મમના 110 ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હૈદરાબાદમાં આજે તમામ સ્કૂલો બંધ રાખવામાં આવી છે. PMએ આંધ્ર અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાત કરી અને રાજ્યની સ્થિતિ વિશે માહિતી લીધી. PM એ બંનેને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આંધ્રના CMએ કહ્યું- વરસાદે રાજ્યને હચમચાવી નાખ્યું છે
CM એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ભારે વરસાદે રાજ્યને હચમચાવી નાખ્યું છે. વિજયવાડા અને ગુંટુર શહેરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. વિજયવાડા-ગુંટુર નેશનલ હાઈવે અને વિજયવાડા-હૈદરાબાદ નેશનલ હાઈવે પણ પૂરથી નુકશાન છે. 100થી વધુ રાહત શિબિરોમાં 17 હજાર લોકો રહે છે. બુડામેરુ નદીમાં પર આવ્યું છે. 1.1 લાખ હેક્ટર જમીન પરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. દેશભરમાંથી વરસાદ અને પૂરની તસવીરો... રાજસ્થાનમાં વરસાદે તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ
ઓગસ્ટમાં રાજસ્થાનમાં ચોમાસાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓગસ્ટમાં 344 મીમી વરસાદ થયો હતો, જે 2011થી 2023 સુધીમાં સૌથી વધુ છે. આટલો વરસાદ આજ સુધી કોઈ મહિનામાં થયો નથી. અગાઉ વર્ષ 2016માં ઓગસ્ટમાં 277.7 મીમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ હતો. આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે સોમવારે (2 સપ્ટેમ્બર) ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. યુપીના 18 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. ઓડિશામાં રવિવારે ભારે વરસાદ થયો હતો. ગંજમ જિલ્લાના ટોટા સાહી ગામમાં વરસાદને કારણે ઘર ધરાશાયી થતાં 3 વર્ષના બાળકનું મોત થયું હતું. દેશભરના વરસાદની તસવીરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.