ધંધુકામાં લોકમેળો બંધ રહેતા સ્વયંભૂ લોક મેળાવડો યોજાયો - At This Time

ધંધુકામાં લોકમેળો બંધ રહેતા સ્વયંભૂ લોક મેળાવડો યોજાયો


ધંધુકામાં લોકમેળો બંધ રહેતા સ્વયંભૂ લોક મેળાવડો યોજાયો

અવાડીયા હનુમાજીના સાંનિધ્યમાં સ્વયંભૂ લોક મેળાવડો ભરી પરંપરા જાળવી

ધંધુકા શહેર અને તાલુકા ભરમાંથી જન્માષ્ટમી પર્વ પર સાતમથી લઈ અગીયારસ સુધીનો લોકમેળો અતિ ભવ્ય રીતે વર્ષોથી યોજાય છે. ગુજરાતની પરંપરાગત લોક સંસ્કૃતિનું પ્રતીક એવા લોક મેળા ધંધુકાનો વારસો ગણાય છે.

ધંધુકાના લોક મેળાને તંત્ર દ્વારા મંજુરી નહી મળતા મેળો બંધ રાખવામાં આવ્યો હતો. મેળાને મંજુરી નહી મળતા ધંધુકાના રહીશોમાં નિરાસા વ્યાપી ગઈ હતી તેવામાં લોકોએ સાતમ આઠમના મેળાને મંજુરી મળશે તેવી આશા સેવી રહ્યા હતા પરંતુ તંત્ર દ્વારા મંજુરી અપાઈ ન હતી તો આ ભાતીગળ મેળાના છેલ્લા દિવસે અગીયારસના મેળામાં ધંધુકા તાલુકાના લોકો અવાડા ચોક ખાતે મોટી સંખ્યામાં આવી પહોચ્યા હતા મેળામાં ચકડોળ, ભાતીગળ છત્રીઓ, લાકડાના ચગડોળ, હોડી, ટ્રેન અને મોતના કુવા જેવી રાઈડ્સને મંજુરી નહી મળતા ચાલુ ન હોવાથી ત્યા લોકોએ ખાણી-પીણી ની મજા માણી હતી તથા રમકડા અને ઘરવપરાશ સાધનો ખરીદી કરી હતી. જન્માષ્ટમીના પર્વ પર પાંચ દિવસનો લોકમેળો અવાડા ચોકના મેળાના મેદાનમાં યોજાય છે તે નિયત સ્થાને યથાવત રહેતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.