બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસ પર ભાજપના આગેવાને ગંભીર આક્ષેપો કરીને વીડિયો વાઈરલ કર્યાં
(બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા)
બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી વિજિલન્સ તપાસની માંગ કરી છે. બોટાદ શહેર ભાજપના આગેવાન કાળુભાઈ રાઠોડે નગરપાલિકાના ચિફ ઓફિસર સામે ગંભીર આક્ષેપો કરતા વીડિયો વાઈરલ કર્યો છે. ચિફ ઓફિસરે શહેરમાં અનઅધિકૃત બાંધકામોને લઈને જાહેર નોટીસ આપી હતી. જે મામલે કાળુભાઈએ ગંભીર આક્ષેપો કરી વીડિયો વાઈરલ કર્યો છે. ચિફ ઓફિસર ભ્રષ્ટાચાર કરે છે જેથી તેના વિરુદ્ધ તપાસ કરવાની કાળુભાઈએ માગ કરી હતી. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં અનઅધિકૃત બાંધકામોને લઈને ચિફ ઓફિસરે 16 બાંધકામોના કોન્ટ્રાક્ટરોના નામ જોગ જાહેર નોટીસ પાઠવી શહેરીજનોએ અનઅધિકૃત બાંધકામો ખરીદી ન કરવા લોકોને સાવસેત કરાયા હતા. તે મામલે બોટાદ શહેર ભાજપના આગેવાન કાળુભાઈ બિલ્ડરોની પડખે આવ્યાં છે. ભાજપના આગેવાન કાળુભાઈ રાઠોડ ચિફ ઓફિસર પી.જી ગોસ્વામી ભ્રષ્ટાચાર કરે છે અને બોટાદ શહેરનો વિકાસને રુધે છે. તેમજ ગ્રાન્ટમાંથી ટકાવારી લેતા હોવાના ગંભીર આક્ષેપો કરી વીડિયો વાઈરલ કરતા હાલ રાજકારણ ગરમાયું છે. અગાઉ મહિના પહેલા પણ ચીફ ઓફિસર અને નગરજનો વચ્ચે ઝપાઝપી જેવી ઘટનાઓ ઘટી છે ચીફ ઓફિસર લોકો સાથે ભેદભાવ કરતા હોય તેવી પણ માહિતી લોકો પાસેથી મળી રહી છે આવી અનેક બાબતો ને લઈને ચીફ ઓફિસર પર સવાલો ઉઠી રહ્યા છે આવનારા સમયમાં ચીફ ઓફિસર પર શું કાર્યવાહી કરવામાં આવશે ? કે પછી બદલી કરી સંતોષ મનાઈ છે તે સમય બતાવશે....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.