નાના સીમાંત ના દાખલા માટે અરજદાર રેવન્યુ તલાટી , ટીડીઓ અને મામલતદાર માં અટવાયો….
વિરપુર મામલતદાર નાના સીમાંત ના દાખલા માટે અરજદાર ને ટીડીઓ પાસેથી મેળવવા જણાવતા અચરજ.....
વિરપુર તાલુકા ના એક ખેડૂત ને નાના સીમાંત ખેડૂત ના દાખલા ની જરૂર જણાતા સૌ પ્રથમ તલાટી પાસે થી માહિતી લઇ વિરપુર મામલતદાર ઓફીસ આવી પહોંચેલ જ્યાં નાના સીમાંત ખેડૂત દાખલા ની જરૂર હોવાનું વિરપુર મામલતદાર ને જણાવતા આ દાખલો તાલુકા પંચાયત ટીડીઓ હસ્તક મેળવવા નો રહેશે તેવો જવાબ મળતા અરજદાર તાલુકા પંચાયત પહોંચ્યો હતો જ્યારે તાલુકા વિકાસ અધિકારી પાસેથી આ દાખલો મહેસૂલ વિભાગ દ્વારા મામલતદાર ઓફિસ થી મેળવવા પાત્ર છે તેમ જણાવતા અરજદાર ધરમ ધક્કા ખાઈ ને કંટાળ્યો હતો જ્યારે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા પ્રાંત ઓફિસર ને પૂછ પરછ કરતા આ દાખલો અરજદાર ને મામલતદાર ઓફિસ થી મળવા પાત્ર જણાવતા અટવાયેલ અરજદાર આગબબુલો બન્યો હતો અને વિરપુર મામલતદાર તરીકે ફરજ બજાવતા નિવૃત્તિ ને આરે આવેલ અનુભવી અધિકારી ના કાર્યકાળ સમયગાળા માં આવો કોઈ દાખલો અત્યાર સુધી કાઢવામાં નહિ આવ્યો હોય તેવો સવાલ ઊભો થયો હતો અને આ દાખલો ક્યાંથી મળે તેની સમજ આ અધિકારીને કેમ નહિ હોય અથવા સમજ હતી તો અરજદાર ને તાલુકા પંચાયત કેમ મોકલવામાં આવ્યો હસે તેવા અનેક સવાલો ઉભા થયા છે જ્યારે આવા અમલદાર પોતાની ફરજ ના કાર્ય માં કેમ અપૂરતા જ્ઞાન થી અરજદાર ને ધરમ ધક્કા ખવડવી રહ્યા છે તે એક અરજદાર નહિ પણ સમગ્ર જનતા ને આ સવાલ મૂંઝવી રહ્યો છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.