પાનમ઼ડેમમા ઉપરવાસમા વરસાદ બંધ થતા પાણીની આવકમા ઘટાડો નોધાતા ચાર ગેટ બંધ કરાયા - At This Time

પાનમ઼ડેમમા ઉપરવાસમા વરસાદ બંધ થતા પાણીની આવકમા ઘટાડો નોધાતા ચાર ગેટ બંધ કરાયા


શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા પાનમડેમના ઉપરવાસમા વરસાદે વિરામ લેતા આવકમા ઘટાડો જોવા મળી રહ્યો છે. એકબાજુ પાણીની નવી આવકથી ડેમ છલોછલ ભરાઈ ગયો છે. તંત્ર દ્વારા પાંચ જેટલા દરવાજા ખોલવામા આવ્યા હતા.જેના કારણે નદીમા બે કાંઠે વહેતી જોવા મળી હતી. હાલમા ચાર દરવાજા બંધ કરી દેવામા આવ્યા છે. અને એક ગેટ ખુલ્લો રાખીને પાણી છોડવામા આવી રહ્યુ છે.
પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમમા પાણીથી સારી આવક થવા પામી છે.શહેરા તાલુકાના કોઠા ગામ પાસે આવેલા પાનમડેમ આ વખતે 94 ટકા ભરાઈ ગયો છે. પાછલા દિવસોમા પડેલા વરસાદને પગલે આ વર્ષે ડેમમા દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પાનમડેમ તંત્ર દ્વારા પાણીનુ લેવલ ભયજનક સપાટી પર પહોચતા પાંચ જેટલા દરવાજા ખોલવામા આવ્યા હતા. હાલમા ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ઓમાન તરફ જતા રહેતા વરસાદે વિરામ લીધો છે,સાથે સાથે પાનમડેમના ઉપરવાસમા વરસાદ ઓછો થતા પાણીની આવકમા ઘટાડો જોવા મળ્યો છે. તેના પગલે પાનમ વિભાગ દ્વારા જે પાંચ દરવાજા ખોલવામા આવ્યા છે,તેમાથી ચાર દરવાજા બંધ કરી દેવામા આવ્યા છે. પાનમવિભાગ દ્વારા પાસેથી મળતી માહિતી અનુસાર પાનમડેમમા પાણીની આવકમા ઘટાડો જોવા મળ્યો છે. પાનમડેમમા પાણીની આવક હાલ 3500 ક્યુસેક છે. જ્યારે જાવક 1424 ક્યુસેક નોધાઈ છે.માત્ર એક દરવાજો ખોલીને ડેમમા પાણી છોડવામા આવી રહ્યુ છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.