સાયલા ના ચોરવીરા (જી) થી નાગડકા જવાનો રસ્તો બંધ - At This Time

સાયલા ના ચોરવીરા (જી) થી નાગડકા જવાનો રસ્તો બંધ


સાયલા તાલુકા માં લોકોને મેંઘ મહેર થી આનંદ થયો છે. જ્યારે અમુક સ્થળે વરસાદ થી રસ્તાઓ બંધ થયાં છે. સાયલા ના ચોરવીરા (જી)થી નાગડકા જવાનો રસ્તો મુખ્ય ધોરી માર્ગ પર આવેલ પુલ તૂટી ગયો છે. જે પાળીયાદ બોટાદ ને જોડતો રસ્તો છે. પુલ તૂટવા થી બન્ને ગામની સીમ જમીન માં અવરજવર માટે પણ ગામલોકો ને મુશ્કેલી પડી રહી છે. વરસાદ વરસ્યા બાદ હાલ માં પાક ને દવા તથા ખાતર ની જરૂર પડે ગામલોકોને વાહન લઈ જવા માટે માત્ર એક પુલ તૂટતાં ૧૦ કિલોમીટર રસ્તો કાપી ને જાવું પડે છે. તો ગોમલોકોનું કહેવું છે કે દર ચોમાસે આવી હાલત થાય છે વરસાદ નો પુલ ધોવાઈ જાય છે.તો આ પુલ ને સત્વરે સરકાર દ્વારા તથા લાગુ પડતા અધિકારી ઓ પાસે ઉચિત કામગીરી કરી ને રસ્તો ચાલુ કરવાની માંગણી છે

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.