જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની દબાણ દૂર કરવાની ઝુંબેશે સાંપડ્યો લોકોનો સારો પ્રતિસાદ...* - At This Time

જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની દબાણ દૂર કરવાની ઝુંબેશે સાંપડ્યો લોકોનો સારો પ્રતિસાદ…* ————————-


*જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની દબાણ દૂર કરવાની ઝુંબેશે સાંપડ્યો લોકોનો સારો પ્રતિસાદ...*
-----------------------------------------
*સૂત્રાપાડાના સિંગસર ગામે સ્વેચ્છાએ લોકોએ ૪૬ લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું....*
-----------------------------------------
*ઘાંટવડ ગામે આશરે ૨૪ કરોડ ૮૬ લાખની ૪,૭૨,૯૨૪ ચો.મી. જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું....*
-----------------------------------------

આજરોજ સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે સ્વેચ્છાએ ગામનાં જાહેર રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.જે પૈકી અંદાજે ૨૧૦૦ ચોરસ મીટરનું ૪૬,૨૦,૦૦૦/- રૂપિયાની કિંમતના ગેરકાયદેસર દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલ છે.

સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે તપોવન વિદ્યાલયનો ગૌચર પરનો કુલ દબાણ ૧૦૨૯૭ ચો.મી. કે જેની અંદાજીત ૨ કરોડ ૫ લાખની થાય છે તે પૈકી તપોવન સ્કૂલ દ્વારા સ્વેચ્છાએ ૪ દિવસમાં કુલ ૫૦૮૦ ચો.મી. નું અંદાજીત ૧,૦૧,૬૦,૦૦૦/- રૂપિયાની કિંમતનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલ છે તેમજ દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે.

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આજરોજ ૩૬ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે ૧૫૦૦૦૦ ચો.મી. ગૌચર જમીન કિંમત અંદાજીત રૂ. ૭ કરોડ ૫૦ લાખની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી.આમ,ત્રણ દિવસમાં કુલ ૬૫ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ ૪૭૨૯૨૪ ચો.મી. જમીન આશરે કિંમત ૨૪ કરોડ ૮૬ લાખની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.