વિરપુરના જોધપુર ગામે ભૂગર્ભ જળમાં ધરખમ વધારો થતાં બંધ બોરમાંથી રીતસર પાણીનો પ્રવાહ ચાલુ થયો... - At This Time

વિરપુરના જોધપુર ગામે ભૂગર્ભ જળમાં ધરખમ વધારો થતાં બંધ બોરમાંથી રીતસર પાણીનો પ્રવાહ ચાલુ થયો…


આકાશી આફત બાદ જમીનમાંથી પાણી ફૂટ્યાની ઘટના સામે આવી છે વિરપુર તાલુકામા જળસ્તર વધતાં જમીનમાંથી પાણી ફૂટ્યા છે. ભારે વરસાદથી ભૂગર્ભ જળમાં વધારો થયો છે જોધપુર ગામે બંધ બોરમાંથી પાણીના ફૂવારા ઉડ્યા છે વિરપુર તાલુકામા ચાર દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈને ગ્રામ્ય વિસ્તારોના નદી નાળા તળાવો છલાકાઈ ઉઠ્યા છે સાથે બોર પણ છલકાઇ જતા બંધ બોરમાંથી પાણી પડતાં જેને લઈને કુતુહલ સર્જાયુ છે ભૂગર્ભ જળ જાણે બહાર નીકળી રહ્યું હોય તેવી જોધપુરના પંથકમાં સ્થિતિ સર્જાઈ છે જેને લઈને લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે વિરપુરના પંથકમાં અવિરત મેધમહેરને પગલે પેટાળમાંથી પાણી છુટી સપાટી ઉપર આવી ગયા છે. કુવા બોર ઓવરફલો થઇ ગયા છે જોધપુર ગામના ખેતરના બોરમાં પાણીના ફુવારા છુટી રહ્યા છે સતત પડી રહેલા વરસાદને કારણે ભૂગર્ભ તળોમાં ફેરફાર જોવા મળ્યા છે ભૂગર્ભમાં ફેરફાર સાથે બોર કૂવામાં ચોમાસાના નવા પાણીની આવક થઇ છે ત્યારે જોધપુર ગામે બંધ પડેલ બોરમાંથી પાણી પડતાં કૂતુહલ સર્જાયું હતું...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.