વિરપુર તાલુકાના કોયડમ ગામે માઈનોર કેનાલની જાળવણીના અભાવે ખેતરો બેટમા ફેરવાયા... - At This Time

વિરપુર તાલુકાના કોયડમ ગામે માઈનોર કેનાલની જાળવણીના અભાવે ખેતરો બેટમા ફેરવાયા…


કોયડમ ડેમ ઓવરફ્લો થતા પાણી કેનાલની જગ્યાએ ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડુતોને હાલાકી...

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વરસાદે ભારે તબાહી સર્જી છે પાંચ દિવસ બાદ પણ હજુ સુધી ખેતરોમાં પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે તેમ છતા તંત્ર પણ લોકો સુધી ન પહોંચતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને ચોમાસુ તેમજ શિયાળુ સીઝન ફેલ થવાની સંભાવના સેવાઈ રહી છે વિરપુર તાલુકામા અગાઉના દિવસોમાં ભારે વરસાદ વરસ્યો હતો જેમાં વિરપુર તાલુકામાં ઠેર ઠેર તારાજી સર્જી હતી ત્યારે તાલુકાના કોયડમ ગામના કેટલાક ખેતરો બેટમા ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે વરસાદે વિરામ લીધો બાદ પણ ખેતરોમાં ધૂટણ સમા પાણી ભરાતાં ખેડૂતોમા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે કોયડમ ડેમ સીઝનમા પહેલીવાર ઓવરફ્લો થયો છે જેના પાણી નાની સીંચાઈ અંતર્ગત માઈનોર કેનાલ મારફતે પસાર થતા હોય છે પણ માઈનોર કેનાલની જાણવણી અને સફાઈના અભાવે પાણી કેનાલ જવાને બદલે ખેતરોમાં ફળી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કોયડમના BSNL એક્સચેન્જ વિસ્તારના 50% જેટલા ખેતરોમાં હજુ પાંચથી સાત ફૂટ જેટલું પાણી ભરાયેલું છે ખેડૂતોએ કરેલ ચોમાસું પાક નિષ્ફળ ગયો અને હવે આગામી સિઝનમાં પણ કોઈ જ વાવેતર કરી શકે તેવી સ્થિતિ નથી ત્યારે આવનાર દિવસોમાં માઈનોર કેનાલની સફાઈ કરવામાં આવે તેમજ ખેતરોમાં પાણી ભરાઇ જતાં નુકસાનીનુ વડતર ચુકવવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોની માંગ ઉઠી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.