આણંદ જિલ્લા વહીવટી તંત્રએ ચૂકવી પૂરથી અસરગ્રસ્ત 398 જેટલા લોકોને કુલ રૂપિયા 1.20 લાખ જેટલી કેશડોલ્સ - At This Time

આણંદ જિલ્લા વહીવટી તંત્રએ ચૂકવી પૂરથી અસરગ્રસ્ત 398 જેટલા લોકોને કુલ રૂપિયા 1.20 લાખ જેટલી કેશડોલ્સ


આણંદ જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે સર્જાયેલ અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં આણંદ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના પૂર અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના દાખવીને તેમની પડખે ઉભુ રહ્યું છે. આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ ત્વરિત પગલાં લઈ લોકહીતમાં આણંદ જિલ્લા વહીવટી તંત્રએ પૂરથી અસરગ્રસ્ત 398 જેટલા લોકોને કુલ રૂપિયા 1.20 લાખ જેટલી કેશડોલ્સ ચૂકવી જે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ ખુબજ સરાહનીય કામગીરી છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.