*સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાદરવી અમાસમાં યોજાતા બ્રહ્મકુંડના મેળા માં નાના પાથરણાં વાળા લોકો પાસેથી સ્ટોલ ભાડુ ના લેવા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ
સિહોર એટલે સૌરાષ્ટ્ર નું નાનું કાશી તરીકે ઓળખાય છે ત્યારે શ્રાવણ માસમાં સિહોર માં આવેલા નવનાથ મહાદેવ તથા અનેક શિવ મંદિરો આવેલા છે ત્યારે સિહોરના અલગ અલગ મંદિરો ખાતે અલગ અલગ દિવસે મેળાઓ પાલિકા પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવે છે ત્યારે ગત જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલ ગૌત્મેશ્વેર મહાદેવ ખાતે વરસાદના વિઘ્નના કારણે મેળો વિખાઈ જવાથી મેળામાં સ્ટોલ રાખનાર નાનામોટા વેપારીઓને નુકસાન થયું હતું આથી આ વાત સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ના ધ્યાને આવતા તેઓ દ્વારા આજરોજ સિહોર નગરપાલિકા દ્વારા બ્રહ્મકુંડ ખાતે યોજાનાર મેળાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે આ નાના વેપારીઓ દ્વારા તેમને આ વાત કરતા જયદિપસિંહ ગોહીલ દ્વારા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મકવાણા ને રજૂઆત કરતા તેઓ દ્વારા નાના પાથરણાં વાળા વેપારીઓનું ભાડુ પાલિકા તંત્ર દ્વારા નહિ ઉઘરાવવા માં આવે તેવી ખાતરી આપી હતી આ તકે ત્યાંના તમામ નાના વેપારીઓ દ્વારા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણા તથા સિહોર શહેર કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.