જસદણમાં ચિતલિય કુવા રોડ ઉપર બેસવાના બાંકડા ની એક પછી એક ચોરી : આમ આદમી પાર્ટી ગ્રુપ જસદણ દ્વારા જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યુ
જસદણ નગરપાલિકાની હદમાં આવતો ચિતલીયા કૂવા રોડ ઉપર જસદણ નગરપાલિકા કચેરીની ગ્રાન્ટ માંથી બેસવા માટેના બાંકડા મુકવામાં આવેલા હતા. જે બેસવાના બાકડા એક પછી એક બધા જ ચોરી થઈ ગયેલા. જેથી તેમાં જે કોઈપણ જવાબદાર હોય તેની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવે અને ચોરને પકડવામાં આવે. અને જેમણે પણ આ સરકારી માલ મિલકતની ચોરી કરી હોય તેની સામે ફરિયાદ કરી યોગ્ય પગલા લેવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગ્રુપ જસદણ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અરજ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.