પરમાર્થ સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર દ્વારા નયન રમ્ય પક્ષીઘર નિર્માણ નો પ્રારંભ
દામનગર નારોલા પરિવાર નું પક્ષી ઓ માટે પરમાર્થ
રામ કી ચીડિયા રામ કા ખેત ખાલે ચીડિયા ભર ભર પેટ
દામનગર સ્વર્ગીય કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર ના પુત્ર રત્ન સ્વ કાળુભાઈ અને પુત્રવધુ સ્વ સવિતાબેન દેવશીભાઈ નારોલા ની પુણ્ય સ્મૃતિ માં પક્ષીઘર નિર્માણ કાર્ય નો પ્રારંભ સામાન્ય ખેડૂત પરિવાર ના સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા ના સ્વ પુત્ર કાળુભાઈ કાનજીભાઈ ના સ્મરણાંજલિ રૂપે પક્ષીઘર નિર્માણ કરતા સ્વ સવિતાબેન દેવશીભાઈ ના પુત્ર રત્ન પરેશભાઈ નારોલા દ્વારા અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ પક્ષીઘર નિર્માણ કાર્ય નો પ્રારંભ કરાયો હતો દામનગર સિવિલ હોસ્પિટલ આગળ ના ભારે સાવરકુંડલા - ભાવનગર સ્ટેટ હાઇવે દામનગર - ગારીયાધાર ચોકડી પાસે અતિ નયન રમ્ય પક્ષી ઘર ના નિર્માણ કાર્ય નો આજે પ્રારંભ કરાયો હતો કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર ના પૌત્ર રત્ન પરેશભાઈ દેવશીભાઈ ની ઉદારતા એ દ્રવ્યદાન માં જ દાન નું સુખ સમાયેલું છે મુક પક્ષી ઓ માટે 'રામ કી ચીડિયા રામ કા ખેત ખાલે ચીડિયા ભર ભર પેટ" ના મંત્ર સાર્થક કરતા સ્વ કાનજીભાઈ જવેરભાઈ ના પૌત્ર રત્ન પરેશભાઈ દ્વારા સ્વર્ગીય વાત્સલ્ય મૂર્તિ માતૃ શ્રી સવિતાબેન દેવશીભાઈ એવમ સ્વ કાળુભાઈ કાનજીભાઈ નારોલા ની સ્મરણાંજલિ સ્વરૂપે પક્ષીઘર નિર્માણ કરાવી રહ્યા છે આ બંને વ્યક્તિ ઓ સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો ના રૂપ જનમાનસ જીવંત છે પરિવારજન ની અનોખી સ્મૃતિ કાયમ કરતા પરિવાર ના પુત્રરત્ન પરેશભાઈ દેવશીભાઈ નારોલા ના અનુકરણીય પગલાં ની સર્વત્ર સરાહના કરાય રહી છે પરમાર્થ સાથે શહેરની શોભા માં અભિવૃદ્ધિ કરતા અતિ નયન રમ્ય પક્ષીઘર નું નિર્માણ કરાય રહ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.