દેશનું મોનસૂન ટ્રેકર:MP- રાજસ્થાનમાં પૂર-ભૂસ્ખલનનું એલર્ટ; આંધ્રમાં 24 કલાકમાં 8ના મોત; વારાણસીમાં 55 ઘાટ ગરકાવ થયા - At This Time

દેશનું મોનસૂન ટ્રેકર:MP- રાજસ્થાનમાં પૂર-ભૂસ્ખલનનું એલર્ટ; આંધ્રમાં 24 કલાકમાં 8ના મોત; વારાણસીમાં 55 ઘાટ ગરકાવ થયા


આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં 5 લોકોના મોત થયા છે. તેમજ ગુંટુરમાં ઓવરફ્લો થતી નહેરમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 7 દિવસથી ગંગાના જળસ્તરમાં વધારો થયો છે. વારાણસીના 55 ઘાટ ગંગામાં ગરકાવ થઈ ગયા છે. બલિયામાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ઓગસ્ટમાં 253.9 મીમી વરસાદ નોંધાયો હતો. 2001 પછી આ બીજો સૌથી વધુ વરસાદ છે. ગુજરાતના વડોદરામાં હવે પૂરના પાણી ઓસરી રહ્યા છે. 2 દિવસમાં 24 મગર રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા હતા. આજે એમપી સહિત 12 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. સપ્ટેમ્બરમાં એમપી-રાજસ્થાનમાં પૂર-ભૂસ્ખલનનું એલર્ટ
સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે 9% વધુ વરસાદની અપેક્ષા છે. સપ્ટેમ્બરમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના ભાગો, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે, ભારે વરસાદથી આ વિસ્તારોમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત ભૂસ્ખલન અંગે પણ સતર્ક રહેવું પડશે. વરસાદ અને પૂરની તસવીરો... તેલંગાણામાં ભારે વરસાદ, મુખ્ય સચિવે તમામ ડીએમને સૂચના આપી
શનિવારે તેલંગાણાના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને લઈને રાજ્યના મુખ્ય સચિવ શાંતિ કુમારીએ તમામ જિલ્લા કલેક્ટરને પરિસ્થિતિ પર નજર રાખવા સૂચના આપી છે. 2 સપ્ટેમ્બરે 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે 2 સપ્ટેમ્બરે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, સિક્કિમ, મણિપુર, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો વરસાદનું એલર્ટ રહેશે. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે 2 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.