વિપક્ષોનું ‘મહાયુતિ સરકારને જૂતા મારો’ આંદોલન:શિવાજીની પ્રતિમા તોડવાના મુદ્દે વિરોધ પક્ષ ચપ્પલ લઈને રસ્તા પર ઉતર્યા, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે પણ સામેલ
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના વિરોધમાં મહા વિકાસ આઘાડી (MVA) રવિવારે મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. મહા વિકાસ આઘાડી (MVA)એ વિરોધ પ્રદર્શનનું નામ જોડા મારો (જુતા મારો) રાખ્યું છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, NCP (SP)ના ચીફ શરદ પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે પણ પ્રદર્શનમાં જોડાયા છે. MVA દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધી રેલી યોજશે. આ રેલી છત્રપતિ શિવાજીની પ્રતિમા ખાતે સમાપ્ત થશે. પ્રદર્શનના કારણે ગેટવે ઓફ ઈન્ડિયાને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ, ભાજપ પણ દાદર સહિત અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ભાજપે કહ્યું- વડાપ્રધાન મોદીએ માફી માંગી છે. તો પછી વિપક્ષ શા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.