દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં વરસાદના પહેલા રાઉન્ડમાં એક જર્જરીત મકાન પડ્યું
દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં વરસાદના પહેલા રાઉન્ડમાં એક જર્જરીત મકાન પડી જતા, દલવાડી સમાજના ત્રણ લોકોની કીમતી જિંદગી હોમાઇ ગઈ, ત્યારબાદ બીજા રાઉન્ડ દરમિયાન પણ બીજા બે જર્જરીત મકાન પડવાના બનાવો બન્યા છે. જોકે તેમાં કોઈ જાન હાનિ થઈ નથી પરંતુ ખંભાળિયા નગરપાલિકાનું તંત્ર માત્ર આ જર્જરિત મકાનોને નોટિસ આપીને જ સંતોષ માને છે. શા કારણે તંત્ર કડક અને ઠોસ કાર્યવાહી કરતું નથી. ભવિષ્યમાં પણ વરસાદ આવવાની સંભાવનાઓ રહેલી જ છે. ખંભાળિયા વર્ષો જૂનું ગામ હોય અન્ય પણ જર્જરીત અને ખંઢેર મકાનો પડશે તો આજુબાજુના રહેવાસી લોકો તેમજ રાહદારીઓને જાનમાલની નુકસાની નહીં થાય તેની શું ખાતરી છે? તંત્ર કોની છે શરમ રાખીને કામગીરી કરતું નથી? કે કે પછી રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ છે? કોઈપણ નાનો સુનો કાર્યક્રમ હોય તો તરત જ સોશિયલ મીડિયામાં ફોટાઓ ફરતા થઈ જાય છે. પરંતુ કાર્યવાહી કરવામાં તંત્રને કયો ગ્રહ નડે છે???
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.