ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ડિજિયાત્રા; 50 લાખ યાત્રીઓનો ડેટા ખાનગી હાથોમાં - At This Time

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ડિજિયાત્રા; 50 લાખ યાત્રીઓનો ડેટા ખાનગી હાથોમાં


દેશનાં 13 એરપોર્ટ ઉપર ડિજિયાત્રા અેપથી રોજ 30 હજાર યાત્રીઓ ગેટ ઉપર માત્ર ચહેરો દર્શાવી કૉન્ટેક્ટલેસ, પેપરલેસ અને ઝંઝટમુક્ત પ્રવેશ લઇ રહ્યા છે. આ એપ 50 લાખથી વધુ વાર ડાઉનલોડ થઇ ચૂકી છે. જેમાં અત્યાર સુધી 2.90 કરોડ યાત્રી તેમના ચહેરાના બાયોમેટ્રિક્સ આપી ચૂક્યા છે. પરંતુ યાત્રીઓને કદાચ ખબર પણ નથી કે ફેશિયલ ડેટા અને એપથી તેમની તમામ માહિતી એક ખાનગી કંપની ડિજિયાત્રા ફાઉન્ડેશનના હાથોમાં જઇ રહી છે. આ ફાઉન્ડેશન કંપની એક્ટ 2013ની કલમ 8 પ્રમાણે નોંધાયેલી છે. આ પ્રાઇવેટ કંપનીના 6 શેરહોલ્ડર છે, જેમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને કોચ્ચી એરપોર્ટની ભાગીદારી છે. દરેકની પાસે 14.6-14.6 % હિસ્સો છે અને આ બધાં એરપોર્ટ ખાનગી કંપનીઓ પાસે છે. એરપોર્ટ ઓથૉરિટી ઑફ ઇન્ડિયાની આમાં સૌથી મોટી ભાગીદારી છે. ડિજિયાત્રા ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી અધિકારી સુરેશ ખડકભાવી ડેટા સુરક્ષા બાબતે કહે છે કે ડેટા હેન્ડલિંગ અને પ્રાઇવસીની બાબતે અમે ઍમ્પાવરમેન્ટની પ્રતિબદ્ધતા ઉપર ચાલીએ છીએ. અત્રે નોંધનીય છે કે 2022માં જ્યારે ડિજિયાત્રા એપ શરૂ કરવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેઓ ડેટા શેર કરશે નહીં. કરવામાં આવતો દાવો... ડેટા શૅર કરતાં નથી, અસલી ઇરાદો...એરપોર્ટ શોપિંગ વધારવું
ડિજિયાત્રા એપના ઇન્ટરફેસને જોઇએ તો તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તે કોઇ પણ થર્ડ પાર્ટીને ડેટા શેર કરાતો નથી અને કોઇ ડેટા ક્લેક્ટ કરવામાં આવતો નથી. પરંતુ નીચે લખ્યું છે કે એકત્ર કરેલો ડેટાને ડીલિટ કેવી રીતે કરી શકાય છે? ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનની દિશા વર્મા જણાવે છે કે ડિજિયાત્રાની ડેટા શૅરિંગ પૉલિસીમાં જણાવવામાં આવ્યું છે કે તમે તમારા ડેટાને કોને કોન શૅર કરવાની મંજૂરી આપી રહ્યા છો. કહેવામાં આવ્યું છે કે ફાઉન્ડેશનના કર્મીઓ, એડવાઇઝર્સ, એજન્ટો અને ફાઉન્ડેશનને સેવા આપનાર ત્રીજા પક્ષોને આ ડેટા આપી શકાય છે. આ ડેટા ફાઉન્ડેશનના કર્મચારીઓ અને તેમની સંસ્થાઓને યુઝર્સ સુધી પોતાના કાર્યક્રમો, અભિયાનોને લઇ જવા માટે શૅર કરી શકાય છે. જેમાં માર્કેટિંગ અને સેલ્સ સામેલ છે. જો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઇ પણ ડેટા સ્ટોર કરવામાં આવતો નથી . તેનો ઉદ્દેશ્ય મુસાફરોનો ડેટા એકત્ર કરવા અને એરપોર્ટની દુકાનોના વ્યવસાયને વધારવા સુધી મર્યાદિત નથી...
ડિજિયાત્રા વિશે એવું કહેવામાં આવ્યું હતું કે તે મુસાફરીને સરળ બનાવે છે, નિષ્ણાત દિશા વર્મા કહે છે કે વાસ્તવિકતા એ છે કે તેનો ફાયદો ફક્ત એન્ટ્રી ગેટ સુધી જ સીમિત છે… આનાથી પેસેન્જર ઝડપથી એરપોર્ટમાં પ્રવેશી શકે છે અને પોતે ખરીદીમાં વ્યસ્ત રાખે છે. સુરક્ષા તપાસમાં તેમની કોઈ ભૂમિકા નથી. એટલે કે તેનો ફાયદો ચહેરાની ઓળખ, ડેટા એકત્ર કરવા અને એરપોર્ટની દુકાનોના બિઝનેસને વધારવા સુધી મર્યાદિત છે. તેમ છતાં સરકાર આના પર વિશેષ ભાર મૂકી રહી છે. બીજી તરફ એરલાઈન્સ પર પેસેન્જરનો ડેટા વાસ્તવિક સમયમાં શૅર કરવાનું દબાણ છે. હવે ડિજિયાત્રાનો વિસ્તાર કરવાનો ઇરાદો છે. ટેક્સી સેવાઓ, શોપિંગ અને હોટલ સેવાઓને પણ તેના કાર્યક્ષેત્રમાં સમાવી શકાય છે, ખતરો... દેખરેખમાં ઉપયોગ કરો, ઉદાહરણ... બીજા દેશોમાં આવું નથી
ખાનગી કંપનીના હાથમાં ડેટા જવાને કારણે મોટો ખતરો...
ડેટા મોનેટાઇઝેશન; ખાનગી કંપનીના મુસાફરોનો ડેટા કોમર્શિયલ હેતુથી ઉપયોગ કરી શકે છે અને તેની જાહેરાત માટે ટાર્ગેટ કરી શકે છે. સર્વેલન્સ; ડેટાનો ઉપયોગ યાત્રીઓના સર્વેલન્સ કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.
વ્યક્તિગત હિત સર્વોપરી; આ સ્વાભાવિક છે કે કોઇ પણ કંપની લોકોની જગ્યાએ પોતાનાં હિતોને પ્રાધાન્ય આપે છે. વધતો વ્યાપ; ડિજિયાત્રાના સીઈઓ સુરેશ ખડકભાવી જણાવે છે કે આમાં બીજાં 16 એરપોર્ટ જોડાવાના છે. હાલ 13 એરપોર્ટ છે. આરટીઆઇથી બહાર; ડિજિયાત્રા એપને આરટીઆઈના દાયરામાંથી બહાર રાખવામાં આવી છે. આ સંસ્થાએ ટેક પ્રોવાઇડર ડેટા ઇવૉલ્વ નામની ખાનગી કંપનીની સેવા લીધી છે. અમેરિકાથી લઇને યુરોપિયન દેશો અને સિંગાપોરથી ઓસ્ટ્રેલિયા સુધી મુસાફરોને સરળ પ્રવેશ આપવા માટે ટેક્નોલોજી સોલ્યુશન્સ આપવામાં આવી રહ્યાં છે, પરંતુ તેનું નિયંત્રણ ખાનગી કંપનીઓ પાસે નહીં પરંતુ સરકારી એજન્સીઓ પાસે છે. ખાનગી કંપનીઓની ભૂમિકા ટેક્નોલોજી સપોર્ટ સુધી મર્યાદિત છે... જેમ કે બાયોમેટ્રિક્સ, સ્કેનર અને સૉફ્ટવેર જેવી તકનીકો પૂરી પાડવા વગેરે. સિસ્ટમ એકીકરણ અને જાળવણી અને ડેટા એનાલિટિક્સ અને પ્રોસેસિંગ કામ વગેરેમાં મદદ કરવી વગેરે. સેમસંગ અને એલજી જેવી ખાનગી કંપનીઓ દક્ષિણ કોરિયાના ન્યાય મંત્રાલયને ચલાવવામાં મદદ કરે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની સરહદ નિયંત્રણ એજન્સીઓ ખાનગી કંપનીઓની ટેકનિકલ સહાયથી ચલાવવામાં આવી રહી છે. અમેરિકામાં ખાનગી કંપનીઓ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનનું કામ સંભાળે છે. ડિજિયાત્રાને લગતા અનેક પ્રશ્નો હજુ વણઉકેલ્યા છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.