કેપીએમજી રિપોર્ટ:મહામારી પછી ધાર્મિક પ્રવાસનમાં ભારે વધારો, સુવર્ણ મંદિરમાં દરરોજ1 લાખ ભકતો આવે છે - At This Time

કેપીએમજી રિપોર્ટ:મહામારી પછી ધાર્મિક પ્રવાસનમાં ભારે વધારો, સુવર્ણ મંદિરમાં દરરોજ1 લાખ ભકતો આવે છે


કોરોના મહામારી પછી દેશમાં ધાર્મિક ટુરિઝમ રેકોર્ડ સ્તરે વધ્યું છે. ઓડિટ કંપની એપીએમજીના રિપોર્ટ અનુસાર કોરોના મહામારી પહેલાં જ્યાં વૈષ્ણોદેવીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા દરરોજ 10થી 15 હજાર હતી, ત્યારે હવે આ આંકડો વધીને 32થી 40 હજાર થયો છે. સુવર્ણ મંદિરમાં દરરોજ એક લાખ લોકો દર્શને આવે છે. કોરોના મહામારી પછી કેરળના ગુરુવાયુર મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા દોઢ ગણી વધી છે. દરરોજ 6થી 7 હજાર લોકો આવી રહ્યા છે. પહેલાં અહીં 4 હજાર લોકો આવતા હતા. યુપીના વારાણસીમાં 3 વર્ષમાં પર્યટકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. જ્યાં 2019માં 68 લાખ લોકો અહીં આવતા હતા, ત્યારે 2022માં આ સંખ્યા વધીને 7.2 કરોડ થઈ. જે કોરોના મહામારી પહેલાંની સરખામણીએ 10 ગણી વધુ છે. રિપોર્ટ અનુસાર ઘરેલુ પર્યટનમાં 60% ભાગીદારી ધાર્મિક પર્યટનની છે. દેશના 33 ટકા જેન જી એકલા તીર્થ સ્થળે જાય છે
રિપોર્ટ અનુસાર, દેશમાં એકલા તીર્થ સ્થળે જવાનો ટ્રેન્ડ વધ્યો છે. હવે 33% જેન જી એકલા તીર્થ સ્થળે જઈ રહ્યા છે. જેની પાછળનું કારણ આધ્યાત્મિક જ્ઞાન અને આત્મ-શોધ છે. આ ઉપરાંત, દેશમાં ધાર્મિક પર્યટન આશરે 8 કરોડ લોકોને રોજગાર આપે છે. 2030 સુધીમાં આ આંકડો 10 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.